માત્ર ત્રણ કિમીના વિસ્તારમાંથી ડઝનેક બોગસ તબીબો ઝડપાતા ચકચાર
પાંડેસરામાં 3 કિલોમીટરના દાયરામાં એક સાથે 15 બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોય છતાં જિલ્લા આરોગ્યની નજર ન પડતા આખરે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.પાંડેસરા પોલીસે બોગસ ડોક્ટરોને ત્યાં ડમી પેશન્ટ મોકલી પહેલા તમામ માહિતી એકત્ર કરી હતી. બાદમાં પાંડેસરા પોલીસે જિલ્લા આરોગ્યના સ્ટાફ સાથે એક સાથે 15 ડોક્ટરના ક્લિનીક પર રેડ કરી હતી. આ દરમિયાન બોગસ ડોક્ટરને ત્યાંથી પોલીસે અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેક્શન, સીરપ સહિત 59 હજારનો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો.
પકડાયેલા ડોક્ટરોમાં કેટલાક પાસે ડી.એચ.એમ.એસની ડિગ્રી હતી. જોકે, તે ડિગ્રી પણ બોગસ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો ડિગ્રી બોગસ હશે તો તે ડોક્ટર બનેલા શખ્સ સામે વધુ એક ગુનો દાખલ થઈ શકશે. તમામ બોગસ ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનીક ખોલીને બેસી ગયા હતા.
બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.ડોક્ટરો ભાડાની દુકાન કે ખોલીમાં ક્લિનીક ખોલીને બેસી ગયા હતા. બોગસ ડોક્ટરો છેલ્લા 6 મહિનાથી દવાખાનું ચલાવતા હોવાની પણ વાત સામે આવી છે. દરોડાને પગલે આ વિસ્તારના બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.