ધ્રાંગધ્રાના રાવળીયાદર ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીરા કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે રાવળીયાવદરનો જ આરોપી વિશાલભાઈ એમ.સારલા આવી સગીરાને પાછળથી પકડી પાડી દઈ મોઢું દબાવી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી અને કોઈને કહીશ તો મારી નાંખીશ એવી ધમકી આપી નાસી ગયો હતો. સગીરા ગભરાઈ ગઈ હતી અને પોતાનો ઉપર થયેલી આપવીતી પરિવારને જણાવતા પરિવાર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને આરોપી સામે દુષ્કર્મ અને મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Post Views: 63