રોનાલ્ડોની કારકિર્દી શરૂ થઈ ત્યારથી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર અને મેદાનની બહાર રેકોર્ડ તોડવા માટે જાણીતા છે. પોર્ટુગલના સ્ટારે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે, જે તમામ સોશિયલ મીડિયા ચેનલો પર એક અબજ ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે.રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતો વ્યક્તિ છે અને તેને તાજેતરમાં જ તેની યુટ્યુબ ચેનલ ’યુઆર ક્રિસ્ટિયાનો’ શરૂ કરી છે. ચેનલે એક અઠવાડિયાની અંદર 50 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ નોંધાવ્યા હતાં, અને તેનાં 10 લાખ સબ્સ્ક્રાઇબર્સ માત્ર 90 મિનિટમાં થઇ ગયાં હતાં. રોનાલ્ડો એ કહ્યું હતું કે “મેડેરાની શેરીઓથી લઈને વિશ્વના સૌથી મોટા સ્ટેજ સુધી, હું હંમેશા મારા પરિવાર અને તમારા માટે રમ્યો છું, અને હવે મારી સાથે 1 બિલિયન ફોલોઅર્સ એક સાથે ઉભાં છે.
“તમે દરેક ઊંચ અને નીચમાં મારી સાથે રહ્યાં છો. આ પ્રવાસ આપણી યાત્રા છે અને સાથે મળીને, આપણે બતાવ્યું છે કે આપણે જે પ્રાપ્ત કરી શકીએ તેની કોઈ મર્યાદા નથી.મારા પર વિશ્વાસ કરવા બદલ, તમારા સમર્થન માટે અને મારા જીવનનો ભાગ બનવા બદલ તમારો આભાર. શ્રેષ્ઠ આવવાનું બાકી છે, અને આપણે સાથે મળીને આગળ વધતાં રહીશું, જીતતાં રહીશું અને ઈતિહાસ રચીશું.” સોશિયલ મીડિયાનો રેકોર્ડ રોનાલ્ડોએ બનાવ્યો તે પહેલાં પણ કારકિર્દીના 900 ગોલ કરનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી બન્યાંનો રેકોર્ડ તેની પાસે હતો.