સોશ્યલ મીડિયામાં રીલ્સની ઘેલછા પાછળ અમુક લોકો નબીરાઓ જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરતાં હોય છે. અનેક વખત આવા વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ત્યારે વધુ એક આવો કિસ્સો ગાંધીનગરમાંથી સમાઈ આવ્યો છે. ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કારનો કાફલો દોડાવી નબીરાઓએ રીલ્સ બનાવી હતી. આ રીલ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ રીલને લઈને પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થાય છે. હાલ આ વિડીયો વાયરલ હવે પોલીસે આ નબીરાઓની શોધખોળ શરુ કરી છે.
ગાંધીનગરમાં નબીરાઓનો ઓવર સ્પીડ ગાડીઓ હંકારીને બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી બ્રિજ સુધી આશરે 32 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જોકે આ રોડ નબીરાઓ માટે રેસિંગ ટ્રેકનો મોકળો માર્ગ બની ગયો હોવાનાં દૃશ્યો અનેક વખત જોવા મળતાં હોય છે. અહીં અવારનવાર બાઈકર્સ અને મોટરસાઇકલો લઈને રેસિંગ કરતા રહેતા હોવાની ફરિયાદો સામે આવતી હોય છે. પરંતુ હાલ સોશ્યલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં 10થી વધુ લક્ઝુરિયર્સ કાર એક સાથે રસ્તા પર નીકળતી જોવા મળે છે. આ દૃશ્યો જોઈને અન્ય વાહનચાલકો પણ ચોંકી ગયાં હતાં.વીડિયોમાં એક કાર 190 કિમીની સ્પીડે દોડતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકના પી.આઈ. પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી રોડ પરનો વીડિયો સામે આવ્યો છે.