કેનેડા બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચેલાં ઉત્તર ગુજરાતના એક યુવકનું મોત થયું હોવાની એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. લગભગ દસેક દિવસ પહેલાં 20-22 વર્ષનો આ યુવક કલોલ તાલુકાના એક ગામનો વતની હતો કેનેડા ગયો હતો .
અમેરિકામાં રહેતા ગુજરાતીઓનું કહેવું છે કે મૃતક બોર્ડર ક્રોસ કરતી વખતે અરેસ્ટ થયો હતો અને તેને ડિટેન્શન કેમ્પમાંથી રિલીઝ કરવામાં આવ્યો ત્યારે તેનાં એક રિલેટિવ તેને લેવા માટે આવ્યાં હતાં, આ રિલેટિવની કારમાં યુવક જઈ રહ્યો હતો ત્યારે તેને હાર્ટ અટેક આવી જતાં તેનું મોત થયું હતું
અમુક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે આ યુવક ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી રહ્યો હતો ત્યારે નદી-નાળા ક્રોસ કરવાની સાથે કીચડમાં ખાસ્સું ચાલ્યાં બાદ અમેરિકાની હદમાં પહોચ્યો હતો જ્યાં તેને રિસીવ કરવા માટે એક કેબ આવી હતી, પરંતુ કેબમાં બેઠાં બાદ થોડાં જ સમયમાં તેને હાર્ટ અટેક આવી ગયો હતો.
આ યુવક જે એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળ્યો હતો તે કલોલનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો આ યુવકના અંતિમ સંસ્કાર ઈન્ડિયામાં જ કરવામાં આવશે.