જંગલેશ્ર્વરમાં અંકુર સોસાયટી શેરી નં.2માં રહેતો સાહીલ જાહીદભાઇ બાગવાણી (ઉ.વ.18) નામનો યુવાન આજે સવારે ભવાની ચોકમાં રહેતા તેના બહેન જસ્મીનબેનને ફ્રુટ આપવા ગયો હતો. ત્યારે ડેલી ખોલવા જતા ડેલીમાંથી વીજચોક લાગતા ત્યા હાજર ફરીદાબેન જુશબભાઇ ડોડીયા (ઉ.વ.60, રે.જંગલેશ્ર્વર તવક્કલ ચોક) યુવકને બચાવવા જતાં તેઓને પણ વીજશોક લાગ્યો હતો. જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જસ્મીનબેન ઉપરના માળે ભાડે રહેતા હોય જવા નીચે મકાન માલીકના ઘરે ફરીદાબેન ઘરકામ કરવા આવ્યા હતા. ફળીયુ ભીનું હોવાથી અને લોખંડની ડેબીમાં સર્વિસનો વાયર અડકી જતાં સાહીલ બહેનના ઘરે આવ્યો ત્યારે ડેલી ખોલતા જ કરંટ લાગ્યો હતો. જેથી ત્યાં કામ કરતા ફરીદાબેન બચાવવા માટે દોડતા તેઓ પણ ઝપટે ચડી ગયા હતા.
Post Views: 82