દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી એક ખાનગી કંપનીની લેબર કોલોનીમાં રહેતા અને દેવટીયા જિલ્લાના અહિરોલી ગામના મૂળ વતની જયરામ ઇન્દર યાદવ (ઉ.વ. 49) ને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ દ્વારકા પોલીસમાં કરાઈ છે.
બે બંધુઓ ઈજાગ્રસ્ત
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા રાજાભાઈ ચનુભાઈ કછટીયા નામના 63 વર્ષના વૃદ્ધના બે પુત્રો જમનભાઈ અને ભીખુભાઈ તેમના જી.જે. 37 એચ. 3839 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર નંદાણાથી લીંબડી ગામ તરફ જતા માર્ગ પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 યુ. 9299 નંબરના એક ટ્રકના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઈક પર જઈ રહેલા જમનભાઈ અને ભીખુભાઈને નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે રાજાભાઈ કછટીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ પાસેથી પોલીસે ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલા દિવ્યેશ પ્રવીણભાઈ સોની (30) અને પ્રતાપ બાબુભાઈ પ્રજાપતિ (48) ને રૂૂપિયા 7,920 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી
માછીમાર સામે કાર્યવાહી
ઓખામાં મારુતિ નગર વિસ્તારમાં રહેતા હમીદભાઈ હાસમભાઈ સંઘાર નામના 43 વર્ષના માછીમાર યુવાને પોતાની યાંત્રિક બોટમાં માછીમારી કરવા માટેનું મત્સ્યોદ્યોગ દ્વારા આપવામાં આવેલા ટોકનમાં ત્રણ વ્યક્તિઓને મંજૂરી મેળવી વધુ એક વ્યક્તિને ખલાસી તરીકે બોટમાં લઈ જતા દરિયામાં માછીમારી કરી, નિયમોનું ઉલ્લંઘન કરતા તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી