શેરબજારમાં બમ્પર ધડાકો: સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,250ને પાર; તેજી પાછળના આ છે 5 મોટા કારણો

ભારતીય શેરબજારે બુધવારે શાનદાર વાપસી કરતા છેલ્લા કેટલાક દિવસોની સુસ્તીને એક ઝાટકે ખંખેરી નાખી છે.અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ફરી શરૂ થવાની આશાએ બજારમાં રોકેટ જેવી તેજી ભરી દીધી છે. સવારના કારોબારમાં સેન્સેક્સ આશરે 1,400 પોઈન્ટ વધ્યો હતો. જ્યારે નિફ્ટીએ 24,250ની મહત્વની સપાટી વટાવી દીધી હતી.

બજારની તાજી સ્થિતિ

સવારે 10:35 વાગ્યે સેન્સેક્સ 1,396.93 પોઈન્ટ (1.82%) ના ઉછાળા સાથે 78,244.50 પર અને નિફ્ટી 424.25 પોઈન્ટ (1.78%) ની તેજી સાથે 24,266.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. આશરે 3,263 શેર વધીને ટ્રેડ થઈ રહ્યા છે.જ્યારે માત્ર 447 શેર લાલ નિશાનમાં (ઘટાડા સાથે) છે.


તેજી પાછળના 5 મુખ્ય કારણો

  1. અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટોની આશા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને વૈશ્વિક બજારોમાં જીવ ફૂંક્યો છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ઈરાન સાથેની વાતચીત આગામી બે દિવસમાં પાકિસ્તાનમાં ફરી શરૂ થઈ શકે છે. તેમણે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું કે આ સંઘર્ષ હવે અંતની નજીક છે.

  2. કાચા તેલના ભાવમાં ઘટાડો: ઈરાન સાથે તણાવ ઓછો થવાની આશાએ કાચું તેલ (Brent Crude) $100 પ્રતિ બેરલની મનોવૈજ્ઞાનિક સપાટીથી નીચે ગબડીને $95.04 પર આવી ગયું છે. ભારત માટે આ સૌથી રાહતના સમાચાર છે.

  3. રૂપિયો મજબૂત થયો: કાચા તેલના ભાવ ઘટવા અને ડોલર નબળો પડવાને કારણે ભારતીય રૂપિયો 20 પૈસા મજબૂત થઈને 93.15 ના સ્તરે પહોંચ્યો છે. તેનાથી આયાત ખર્ચ ઘટશે અને અર્થતંત્રને ટેકો મળશે.

  4. ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેત: અમેરિકી બજારો (Nasdaq, S&P 500) માં મંગળવારે આવેલી તેજીની અસર એશિયન બજારો પર પણ જોવા મળી. જાપાનનો નિક્કેઈ, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનના બજારો પણ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

  5. ઈન્ડિયા વિક્સ (India VIX) માં ઘટાડો: બજારમાં ડરને માપતો ઇન્ડેક્સ ‘India VIX’ આશરે 10% ઘટીને 18.57 પર આવી ગયો છે. આ દર્શાવે છે કે રોકાણકારોના મનમાંથી અનિશ્ચિતતા ઓછી થઈ છે અને જોખમ લેવાનો વિશ્વાસ વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE