ગુજરાતના રાજકીય રણમેદાનમાં વિજયધ્વજ લહેરાવવા માટે ભાજપ અત્યારે ફૂલ એક્શન મોડમાં છે. ચૂંટણીના પડઘમ વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાઈ-લેવલ બેઠકનો પ્રારંભ થયો છે.આ બેઠક માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત નથી.પરંતુ આગામી પાંચ વર્ષના સત્તાના સમીકરણો નક્કી કરનારું મહત્વનું ‘મહામંથન’ માનવામાં આવી રહ્યું છે.
ત્રણ દિવસ સુધી ચાલશે બેઠકનો ધમધમાટ
મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત આ ચૂંટણી સમિતિની બેઠક સતત ત્રણ દિવસ સુધી ચાલશે. આ પ્રક્રિયામાં દરેક બેઠકના ભૌગોલિક અને રાજકીય ગણિત તેમજ સ્થાનિક લોકોની અપેક્ષાઓને ધ્યાને રાખીને શ્રેષ્ઠ ચહેરાઓ શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે.રાજ્યના ટોચના નેતૃત્વની હાજરીમાં લેવાનારા આ નિર્ણયો પર અત્યારે સમગ્ર ગુજરાતની નજર ટકેલી છે.
સેન્સ પ્રક્રિયા બાદ 3-3 ઉમેદવારોની પેનલ તૈયાર
પક્ષે પાયાના સ્તરેથી કાર્યકરો અને સ્થાનિક નેતાઓના મંતવ્યો જાણવા માટે અગાઉ જે ‘સેન્સ’ પ્રક્રિયા હાથ ધરી હતી. તેના આધારે દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાં સમાવિષ્ટ નામો પર હવે રાજ્ય કક્ષાની સમિતિમાં ગહન મંથન ચાલી રહ્યું છે. ઉમેદવારની પસંદગીમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે:
-
જીતવાની ક્ષમતા (Winability)
-
લોકોમાં સ્વચ્છ છબી
દિગ્ગજ નેતાઓની હાજરીમાં રણનીતિ પર ચર્ચા
આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિતના અન્ય દિગ્ગજ નેતાઓ સતત હાજર રહીને માર્ગદર્શન આપી રહ્યા છે. રાજ્યના ભવિષ્ય અને જ્ઞાતિગત સમીકરણોને સંતુલિત કરીને તૈયાર કરાયેલી આ યાદી ટૂંક સમયમાં પક્ષ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
લોકશાહીના આ મહાપર્વમાં સક્ષમ અને પ્રભાવી ચહેરાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. હવે જોવાનું એ રહેશે કે આ મંથનના અંતે કયા ‘ખેલાડીઓ’ના નામ પર આખરી મહોર વાગે છે.
Post Views: 38











