હેલી સ્ટેનફેલ્ડના ઘરે આવી ખુશખબરી, દીકરીનું કર્યું સ્વાગત; લખ્યું- ‘શરૂઆતની ક્ષણોનો આનંદ માણી રહ્યા છીએ…’

પિચ પરફેક્ટ’ અને ‘સિનર્સ’ જેવી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી હેલી સ્ટેનફેલ્ડ અને તેના પતિ જોશ એલન દ્વારા તેમના પ્રથમ બાળકના જન્મના આનંદ સમાચાર આપવામાં આવ્યા છે..તેમણે પુત્રીના જન્મને લઈને સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

હેલી અને જોશે કર્યું દીકરીનું સ્વાગત

હેલી સ્ટેનફેલ્ડ અને જોશે એક ઓનલાઇન પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તેમની પુત્રીના જન્મની જાહેરાત કરી છે.હેલીએ લખ્યું કે, “અમારી દીકરીનો જન્મ થઈ ગયો છે..અમે ખૂબ જ ખુશ અને આભારી છીએ. અમે આ શરૂઆતની ક્ષણોનો પૂરો આનંદ માણી રહ્યા છીએ. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર.”

હેલીનું બેબી શાવર (સીમંત)

29 વર્ષની હેલીએ ગયા વર્ષે જોશ એલન સાથે લગ્ન કર્યા હતા. ગયા મહિને હેલીએ તેના ઘરે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેની માતા અને અંદાજે 30 જેટલી નજીકની મહિલા મિત્રો અને પરિવારના સભ્યોએ ભાગ લીધો હતો. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, લોસ એન્જલસમાં એક તડકાવાળા શનિવારે તેની માતાએ આ સુંદર બેબી શાવરની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી.

બેબી શાવરની થીમ

બેબી શાવરમાં કોઈ ખાસ થીમ નહોતી.. પરંતુ સજાવટમાં બાળકોની કવિતાઓ અને નર્સરીના પુસ્તકો દરેક જગ્યાએ રાખવામાં આવ્યા હતા. હેલીએ જણાવ્યું કે, દરેક મહેમાન એક પુસ્તક લાવ્યા હતા. જેના કારણે તેની પુત્રી માટે એક નાનકડી લાઇબ્રેરી તૈયાર થઈ ગઈ છે.

બેબી શાવરની ખાસ વ્યવસ્થા

બેબી શાવરમાં હેલીની માતાએ મહેમાનો માટે ગૂંથણકામ (Knitting) સ્ટેશન પણ બનાવ્યું હતું..જેથી દરેક જણ મળીને બાળકી માટે કંઈક ખાસ બનાવી શકે. હેલીએ જણાવ્યું કે જ્યારે તેણે તેની પ્રથમ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું..ત્યારે તેની માતા ટ્રેલરમાં બેસીને ગૂંથણકામ કરતી હતી. તેમણે હેલીને પણ ગૂંથણકામ શીખવ્યું હતું. હેલીએ તેની પુત્રી માટે ધાબળા પર લગાવવા માટે એક ચોરસ ટુકડો ગૂંથીને તૈયાર કર્યો હતો. તેને ખૂબ જ આનંદ થયો કે તેણે પોતાનો જૂનો શોખ ફરીથી શરૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE