CSKને મોટો ફટકો: IPL 2026ની શરૂઆતની મેચોમાંથી MS ધોની બહાર થઈ શકે છે

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ તેમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે. ફ્રેન્ચાઈઝીના જણાવ્યા અનુસાર, ધોની આ સીઝનની શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં.CSKએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.જે તેમના ચાહકો માટે કોઈ મોટા આઘાતથી ઓછી નથી. ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે, ઈજાના કારણે ધોની આઈપીએલના શરૂઆતના બે અઠવાડિયા માટે બહાર થઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર આપી ધોનીની ઈજાની જાણકારી

CSKએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ધોની હાલમાં ‘કાફ સ્ટ્રેન’ (પિંડલીના સ્નાયુઓમાં ખેંચાણ)ની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે અને હાલમાં તે રિહેબિલિટેશન (પુનર્વસન) ના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ કારણે IPL 2026ના પ્રથમ બે અઠવાડિયા સુધી તેના રમવાની શક્યતા નથી. ફ્રેન્ચાઈઝીએ પોસ્ટમાં લખ્યું, “MS ધોની અત્યારે કાફ સ્ટ્રેનને કારણે રિહેબમાં છે. આથી તે IPL 2026ના પહેલા બે અઠવાડિયા રમી શકશે નહીં. જલ્દી સ્વસ્થ થઈ જાવ, થાલા!”

રાજસ્થાન સામે રમાશે ચેન્નાઈની પ્રથમ મેચ

IPL 2026ના શિડ્યુલ મુજબ, શરૂઆતના બે અઠવાડિયામાં ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ ચાર મેચો રમવાની છે. CSK એ 11 એપ્રિલ સુધીમાં પોતાની ચાર મેચો પૂર્ણ કરવાની છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે, ધોની ઓછામાં ઓછી 4 થી 5 મેચો ગુમાવી શકે છે.

નોંધનીય છે કે, IPL 2026ની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ તેની પ્રથમ મેચ 30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. ત્યારબાદ:

  • 3 એપ્રિલ: પંજાબ કિંગ્સ સામે (ચેન્નાઈમાં)

  • 5 એપ્રિલ: RCB સામે (બેંગલુરુમાં)

  • 11 એપ્રિલ: દિલ્હી કેપિટલ્સ સામે

સંજુ સેમસન કરી શકે છે વિકેટકીપિંગ

તમને જણાવી દઈએ કે એમએસ ધોની છેલ્લા કેટલાક વર્ષોથી ઘૂંટણની ઈજાથી પરેશાન છે. આમ છતાં તે સતત CSK માટે રમી રહ્યો છે. અને 2023માં તેની કેપ્ટન્સીમાં ચેન્નાઈએ પાંચમું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. હવે આ સીઝનમાં ધોનીની ગેરહાજરીમાં સંજુ સેમસન વિકેટકીપિંગની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2025માં ચેન્નાઈનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE