ટ્રમ્પનો મોટો નિર્ણય: ઈરાન પર હુમલાની ડેડલાઈન 6 એપ્રિલ સુધી લંબાવી, મિશ્ર સંકેતો વચ્ચે રાજદ્વારી હલચલ તેજ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પર હુમલો કરવાની નિર્ધારિત સમયમર્યાદા વધારીને 6 એપ્રિલ 2026 કરી દીધી છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઈરાનના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલમાં બંને દેશો વચ્ચે સકારાત્મક દિશામાં વાતચીત ચાલી રહી છે.અગાઉ અમેરિકાએ ઈરાનને હોર્મુઝની સામુદ્રધુની તેલ ટેન્કરો માટે ખોલવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેની મુદત હવે બીજી વખત લંબાવવામાં આવી છે.

બીજી તરફ, ઈરાને પણ ટેબલ પર પોતાની શરતો મૂકી દીધી છે જે અમેરિકા માટે પડકારજનક માનવામાં આવે છે.ઈરાને શરત રાખી છે કે અમેરિકા અને ઈઝરાયેલ તેના અને તેના સહયોગી સંગઠનો પરના હુમલા તાત્કાલિક બંધ કરે.યુદ્ધથી થયેલા નુકસાનનું વળતર અને હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનની સાર્વભૌમત્વને માન્યતા આપવાની માંગ પણ કરવામાં આવી છે.

અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફ દ્વારા પાકિસ્તાન મારફતે 15 મુદ્દાઓનો પ્લાન ઈરાનને મોકલવામાં આવ્યો છે. જોકે, ટ્રમ્પનો મિજાજ હજુ પણ કડક છે.ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો સમજૂતી નહીં થાય તો ઈરાનને સંપૂર્ણ તબાહ કરી દેવામાં આવશે.અમેરિકાએ વેનેઝુએલાની જેમ જ ઈરાનના તેલ સંસાધનો પર નિયંત્રણ મેળવવાની ધમકી પણ આપી છે.

ઈઝરાયેલના વિપક્ષી નેતા યાયર લેપિડે પોતાની જ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે, યોગ્ય રણનીતિ વગર સેના પર વધુ પડતું દબાણ લાવવામાં આવી રહ્યું છે.જે જોખમી સાબિત થઈ શકે છે. તેમની પાસે પૂરતી સંખ્યામાં સૈનિકો નથી તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE