નેપાળમાં ‘બાલેન’ યુગનો પ્રારંભ: પીએમ પદના શપથ પહેલા રેપર બાલેન શાહનું નવું ગીત ધૂમ મચાવી રહ્યું છે, માત્ર 2 કલાકમાં લાખો વ્યુઝ!

નેપાળના ભાવિ વડાપ્રધાન અને જાણીતા રેપર બાલેન શાહ બાલેન એ પદના શપથ લેતા પહેલા જ પોતાનું નવું મ્યુઝિક વીડિયો સોન્ગ જય મહાકાલી’ રિલીઝ કર્યું છે..આ ગીતમાં તેમના ચૂંટણી પ્રચારના અનેક દશ્યો આવરી લેવામાં આવ્યા છે, જે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપે છે.ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે…યુટ્યુબ પર માત્ર 2 કલાકમાં 1.50 લાખથી વધુ વ્યુઝ મેળવીને આ ગીતે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ગીત મૂળ 10 વર્ષ પહેલા બન્યું હતું.. પરંતુ 26 માર્ચે તેમાં નવા ચૂંટણી અભિયાનના અંશો ઉમેરીને ફરીથી રિલીઝ કરાયું છે.

35 વર્ષીય રેપર-નેતા બાલેન શાહ ગુરુવારે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે..શુક્રવારે તેઓ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન તરીકે શપથ લેશે.તેઓ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનારા મધેશ ક્ષેત્રના પ્રથમ વ્યક્તિ પણ બનશે. તેમની પાર્ટીએ 5 માર્ચની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો હતો.

બાલેન શાહની આ સફળતા રાતોરાત નથી મળી, તેની પાછળ વર્ષોની મહેનત છે:

  • શિક્ષણ: તેમણે હિમાલયન વ્હાઇટ હાઉસ કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું છે અને ભારતમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

  • રાજકીય શરૂઆત: 2022 માં તેમણે કાઠમંડુના મેયર પદની ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓને હરાવીને જીત મેળવી હતી. તે સમયે તેમનું ચૂંટણી ચિહ્ન ‘લાકડી’ (છડી) હતું.

  • લોકપ્રિયતા: વર્ષ 2013માં ‘રો બર્ઝ’ રેપ બેટલથી જાણીતા થયેલા બાલેન આજે પોતાની પ્રામાણિક છબી અને ભ્રષ્ટાચાર વિરોધી વલણને કારણે યુવાનોમાં અત્યંત લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE