યુક્રેન-સાઉદીની નવી ‘સુરક્ષા ભાગીદારી’: ઈરાની ડ્રોન સામે યુક્રેન આપશે સુરક્ષા કવચ, બદલામાં માંગી શક્તિશાળી મિસાઈલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અચાનક સાઉદી અરબ પહોંચ્યા. સોશિયલ મીડિયા પર આ પ્રવાસની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, અહીં અનેક મહત્વની બેઠકો યોજાવાની છે. જોકે આ મુલાકાતની સંપૂર્ણ વિગતો હજુ ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ નિષ્ણાતો તેને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સુરક્ષા સહયોગ સાથે જોડીને જોઈ રહ્યા છે.

ઈરાની ડ્રોન સામે યુક્રેન બનશે સાઉદીની ‘ઢાલ’

ઝેલેન્સ્કીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે યુક્રેન સાઉદી આરબ, UAE, કતાર, કુવૈત અને જોર્ડન જેવા ખાડી દેશોને ડ્રોન હુમલાથી બચવા માટે ટેકનિકલ સહાય આપી રહ્યું છે.

  • ડ્રોન ઈન્ટરસેપ્ટર: રશિયા સાથેના યુદ્ધ દરમિયાન યુક્રેને સસ્તા અને અત્યંત અસરકારક ‘ડ્રોન ઈન્ટરસેપ્ટર’ (ડ્રોનને હવામાં જ તોડી પાડતી સિસ્ટમ) વિકસાવ્યા છે.જેની અત્યારે વૈશ્વિક બજારમાં ભારે માંગ છે.

સુરક્ષાના બદલામાં હાઈ-ટેક મિસાઈલની માંગ

આ સહયોગના બદલામાં યુક્રેન ખાડી દેશો પાસેથી અત્યાધુનિક એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની અપેક્ષા રાખી રહ્યું છે. રશિયા દ્વારા સતત થઈ રહેલા મિસાઈલ હુમલાઓને રોકવા માટે યુક્રેનને આ હાઈ-ટેક હથિયારોની સખત જરૂર છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં યુક્રેનની સંભવિત ભૂમિકા

તેલના સપ્લાય માટે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ જલડમરુમધ્ય (Strait of Hormuz) વિસ્તારમાં સુરક્ષા જાળવવા માટે પણ યુક્રેન સક્રિય ભૂમિકા ભજવવા વિચારી રહ્યું છે. આ વિસ્તારમાં કોઈપણ તણાવની સીધી અસર વૈશ્વિક તેલના ભાવ અને અર્થતંત્ર પર પડે છે.

રશિયાની ‘શેડો ફ્લીટ’ પર યુરોપની તલવાર

બીજી તરફ, યુરોપિયન દેશોએ રશિયાના તેલ વેપાર પર લગામ કસવા માટે શેડો ફ્લીટ (રશિયાના જૂના તેલ ટેન્કરો જે પ્રતિબંધો છતાં તેલ વેચે છે) પર કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે.

બ્રિટિશ પીએમનું નિવેદન: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરએ સ્પષ્ટ કર્યું છે કે હવે રશિયાના આ શંકાસ્પદ જહાજોને રોકવામાં આવશે અને તેમની સખત તપાસ કરવામાં આવશે. જેથી રશિયા યુદ્ધ માટે ફંડ ભેગું ન કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE