મહિલા અનામત મુદ્દે મોદી સરકાર એક મોટી પહેલ કરવા જઈ રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સરકાર આ જ સત્રમાં મહિલા અનામત કાયદામાં સુધારા વિધેયક લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર ‘નારી શક્તિ વંદન અધિનિયમ-2023’ માં સુધારો કરીને મહિલા ક્વોટાને સીમાંકન અને વસ્તી ગણતરી પછી જ લાગુ કરવાની શરતમાંથી મુક્ત કરવા માંગે છે. આ માટે અન્ય પક્ષોની સહમતિ હોવી અત્યંત જરૂરી છે.
ગૃહમંત્રી અમિત શાહે અનેક પક્ષોનો સંપર્ક કર્યો સોમવારે ગૃહમંત્રી અમિત શાહે અનેક પ્રાદેશિક પક્ષો સાથે બેઠક યોજી હતી. જેમાં NCP, સપા, BJD, શિવસેના (ઉદ્ધવ ઠાકરે), YSR કોંગ્રેસ અને મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના નેતાઓ પણ સામેલ થયા હતા.કોંગ્રેસ અને TMC સાથે હજુ બેઠક બાકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે મહિલા અનામત અધિનિયમ અંગે વિપક્ષી દળોનો સંપર્ક કર્યો હોવાથી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુને પત્ર લખીને આ વિષય પર સર્વદળીય બેઠક બોલાવવાની માંગ કરી છે. ખડગેએ માંગ કરી છે કે,તમામ રાજકીય પક્ષોને આ પ્રક્રિયામાં સામેલ રાખવામાં આવે અને સંસદમાં બિલ રજૂ કરતા પહેલા સર્વદળીય બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવે.
આગામી સપ્તાહે સંસદમાં સુધારા બિલ લાવવાની યોજના સરકાર આગામી સપ્તાહે સંસદમાં આ સુધારા વિધેયક લાવવાની યોજના બનાવી રહી છે. જો સરકાર આ સુધારો પસાર કરાવવામાં સફળ રહેશે, તો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વર્ષ 2027થી જ મહિલા અનામત લાગુ થઈ જશે.આ બંને રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.
વર્ષ 2023માં પસાર થયું હતું નારી શક્તિ વંદન વિધેયક NDA સરકારે બંધારણમાં સુધારો કરીને લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવા માટે ‘નારી શક્તિ વંદન વિધેયક-2023’ પસાર કર્યું હતું.. જે હવે કાયદો બની ચૂક્યું છે. આ અધિનિયમ માટે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું.27 વર્ષથી લટકતા મહિલા અનામત બિલમાં કેટલાક સુધારા કરીને તેને ‘નારી શક્તિ વંદન’ નામ આપવામાં આવ્યું હતું.
2029થી મહિલાઓને 33 ટકા અનામત મળવાની હતી. નારી શક્તિ વંદન અધિનિયમ મુજબ, 33 ટકા મહિલા અનામત 2029ની લોકસભા ચૂંટણીથી લાગુ થવાની હતી.તેનું મુખ્ય કારણ વસ્તી ગણતરી અને સીમાંકન હતું.કોવિડને કારણે 2021ની વસ્તી ગણતરી થઈ શકી નહોતી..અને 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ આ અનામત આપી શકાય તેમ નહોતું. પરંતુ હવે સરકાર વસ્તી ગણતરી અને સીમાંકનની શરત હટાવીને મહિલા અનામતને વહેલી તકે અમલમાં મૂકવા માંગે છે.
Post Views: 274











