ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા એ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ પહેલાના સમયમાં લોકોના વાળ 50 વર્ષની ઉંમર પછી જ સફેદ થતા હતા. આજના આધુનિક લાઈફસ્ટાઈલમાં હાલત એવી છે કે 20 વર્ષની ઉંમરથી જ વાળ સફેદ થવા લાગે છે.
ડર્મેટોલોજી વિભાગના નિષ્ણાંત ડોક્ટરો કહે છે કે, સામાન્ય રીતે હેર ફોલિકલ્સમાં જે મેલેનિન પિગમેન્ટ હોય છે.તે ન બનવાને કારણે વાળ સફેદ થાય છે. આ માટે જનીન (Genetics), પ્રદૂષણ, પોષક તત્વોની ઉણપ, માનસિક સમસ્યાઓ, તણાવ, ધૂમ્રપાન અને દારૂ વગેરે જવાબદાર છે..આયર્ન, વિટામિન B-12 કે વિટામિન D3ની ઉણપ પણ વાળને જલ્દી સફેદ કરી દે છે..આ તમામની ભરપાઈ નીચે મુજબની શક્તિશાળી વસ્તુઓ દ્વારા કરી શકાય છે:
વાળને કાળા રાખવા માટેના આહારના ઉપાયો:
-
કાળા બીજ (Black Seeds): ન્યુટ્રિશનિસ્ટ ડો. સોનાલી સભરવાલે સમય પહેલા સફેદ થતા વાળને રોકવા માટે દૈનિક રૂટિનમાં કેટલાક કાળા બીજ ખાવાની સલાહ આપી છે. જેમાં તલ, કાળા કઠોળ (Black beans), કલોંજી, ચિયા સીડ્સ અને કાળો ગોળ વગેરેનો સમાવેશ થાય છે.
-
આમળા: આમળા એક એવી વસ્તુ છે જેમાં વાળને પોષણ આપવા માટેના તમામ તત્વો હાજર હોય છે. તેમાં વિટામિન સી, ઝિંક, મેગ્નેશિયમ અને સેલેનિયમ હોય છે જે વાળને મજબૂતી અને પોષણ આપે છે.
-
કેટાલેઝ (Catalase) યુક્ત વસ્તુઓ: કેટાલેઝ એવા પોષક તત્વો છે જે શક્કરિયા, ગાજર, લસણ અને બ્રોકોલી વગેરેમાં જોવા મળે છે. આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી વાળ સમય પહેલા સફેદ થતા નથી.
-
ઘઉંના જવારા (Wheatgrass): વાળને સંપૂર્ણ પોષણ આપવા માટે ક્યારેક ઘઉંના જવારા અથવા જવના ઘાસ (Barley grass) નો જ્યુસ પીવો જોઈએ. આ જ્યુસ લિવરને ડિટોક્સ કરવા માટે પણ જાણીતું છે. તેમાં વાળ માટે જરૂરી તમામ તત્વો હોય છે.
આ વસ્તુઓને કહો ‘ના’:
જો તમે ઈચ્છો છો કે તમારા વાળ હંમેશા કાળા અને ઘટાદાર રહે, તો કેટલીક વસ્તુઓને છોડવી પડશે:
-
વધારે પડતી ખાંડ
-
વધુ ડેરી પ્રોડક્ટ્સ
-
મેંદો (Refined flour)
-
પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ
-
અનહેલ્ધી ફેટ (તળેલી વસ્તુઓ)
-
એનિમલ પ્રોટીનનું વધુ પડતું સેવન
Post Views: 0











