એનિમેશન જગતમાં શોકની લહેર: ‘ડોરેમોન’ના સર્જક શિબાયામા ત્સુતોમુનું 84 વર્ષની વયે નિધન

વિશ્વભરના કરોડો બાળકો અને મોટેરાઓના પ્રિય કાર્ટૂન પાત્ર**‘ડોરેમોન’**ને ટીવી સ્ક્રીન પર જીવંત કરનાર દિગ્ગજ નિર્દેશક શિબાયામા ત્સુતોમુનું નિધન થયું છે…તેમણે અંદાજે 20 વર્ષ સુધી આ શોની કમાન સંભાળી હતી અને ડોરેમોન ફ્રેન્ચાઇઝી હેઠળ અનેક યાદગાર ફિલ્મો આપી હતી.

ફેફસાના કેન્સર સામે હાર્યા જંગ

શિબાયામા ત્સુતોમુનું નિધન 6 માર્ચ 2026 ના રોજ ફેફસાના કેન્સરને કારણે થયું હતું. તેમના દ્વારા સ્થાપિત ‘સ્ટુડિયો અજિયા-ડો એનિમેશન વર્ક્સ’ દ્વારા 17 માર્ચના રોજ આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા હતા..પરિવારની ઈચ્છા મુજબ, તેમના અંતિમ સંસ્કાર ખાનગી રીતે પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

‘નેશનલ એનિમેશનના પિતા’ તરીકે ઓળખાયા

જાપાનમાં શિબાયામા ત્સુતોમુને અવારનવાર નેશનલ એનિમેશનના પિતા’ તરીકે સંબોધવામાં આવતા હતા.

  • ડોરેમોન સાથેનો નાતો: તેમણે 1979માં ‘ડોરેમોન’ની ટીવી સિરીઝનું નિર્દેશન શરૂ કર્યું હતું.

  • ફિલ્મો: તેમણે આ ફ્રેન્ચાઇઝીની 22 સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું..જેણે ડોરેમોનને દરેક પેઢીના દિલ સુધી પહોંચાડ્યું.

કારકિર્દીની સફર

તેમની કારકિર્દીની શરૂઆત 1963માં ‘ટોઈ એનિમેશન’ થી થઈ હતી. ત્યારબાદ તેમણે ‘શિન-ઈ એનિમેશન’ સાથે જોડાઈને કામ કર્યું..‘ડોરેમોન’ ઉપરાંત તેમણે ‘લુપિન III’ અને ‘ચિબી મારુકો-ચાન’ જેવા વિશ્વ વિખ્યાત એનિમેશન પ્રોજેક્ટ્સમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.

તેમના નિધનથી સમગ્ર એનિમેશન જગતને મોટો ઝટકો લાગ્યો છે..તેમણે સર્જેલી વાર્તાઓ આજે પણ કરોડો લોકોના બાળપણનો અવિભાજ્ય હિસ્સો છે અને હંમેશા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE