બધું સમયની રમત છે…’: હંસિકા મોટવાણીના છૂટાછેડા પર પૂર્વ ભાભીનો કટાક્ષ, ‘કર્મા’ વિશે કહી મોટી વાત!

દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં છે. સમાચાર મળી રહ્યા છે કે લગ્નના માત્ર ચાર વર્ષમાં જ હંસિકા અને તેના પતિ સોહેલ કથુરિયાના સંબંધોમાં તિરાડ પડી છે અને તેઓ અલગ થઈ રહ્યા છે.આ સમાચારોની વચ્ચે હંસિકાની પૂર્વ ભાભી મુસ્કાન નેન્સી જેમ્સની એક સોશિયલ મીડિયા પોસ્ટે ખળભળાટ મચાવી દીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

હંસિકાએ ચાર વર્ષ પહેલા સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા. સોહેલ હંસિકાની બેસ્ટ ફ્રેન્ડનો પતિ હતો..જેના કારણે તે સમયે હંસિકા પર ‘મિત્રનું ઘર તોડવાનો’ ગંભીર આરોપ પણ લાગ્યો હતો. હવે જ્યારે હંસિકાના પોતાના લગ્નજીવનમાં ભંગાણના સમાચાર આવ્યા છે..ત્યારે લોકો તેને ‘કર્મા’ સાથે જોડી રહ્યા છે.

પૂર્વ ભાભીનો ઈન્સ્ટાગ્રામ પર કટાક્ષ

હંસિકાના ભાઈ પ્રશાંત મોટવાણીની પૂર્વ પત્ની મુસ્કાન નેન્સી જેમ્સે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે..જેને હંસિકા પર સીધો કટાક્ષ માનવામાં આવી રહ્યો છે. મુસ્કાને લખ્યું:

  • “મહેરબાની કરીને મને બીજા કોઈની જિંદગી સાથે ન જોડો.”

  • “મને કોઈની ખોટી દુનિયા (False World) થી દૂર રાખો.”

  • “મારી પાસે કોઈ પેઇડ PR ટીમ નથી. સમય બધી સત્યતા સામે લાવી દેશે.”

  • પોસ્ટના અંતે તેણે લખ્યું, “બધું સમયની રમત છે. શાંતિ, પ્રેમ અને કર્મા.”

હંસિકાના પરિવાર પર લાગ્યા હતા ગંભીર આરોપો

મુસ્કાન નેન્સી અને હંસિકાના ભાઈ પ્રશાંતના લગ્ન 2021માં થયા હતા, પરંતુ માત્ર એક જ વર્ષમાં 2022માં તેઓ અલગ થઈ ગયા હતા. તે સમયે મુસ્કાને હંસિકાના ભાઈ પર ઘરેલું હિંસાના ગંભીર આરોપ લગાવી FIR નોંધાવી હતી. એટલું જ નહીં.. તેણે હંસિકા અને તેની માતા મોના મોટવાણી પર પણ તેનું ઘર તોડવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE