PM મોદીનો મોટો નિર્ણય: ‘ભારતીયો પર સંકટની અસર ન થવી જોઈએ’, કેબિનેટે ₹8.8 લાખ કરોડના પ્રોજેક્ટ્સને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના વિકાસ અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને 6 મોટા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા છે, જેના પર કુલ ₹8.8 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે.

કેબિનેટના 6 સૌથી મહત્વના નિર્ણયો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ નિર્ણયોની વિગતવાર જાણકારી આપી હતી:

  1. જલ જીવન મિશન 2.0 ને મંજૂરી: આ મિશનને હવે 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. આ માટે ₹8.7 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર જ નહીં, પરંતુ સર્વિસ ડિલિવરી અને તેના જાળવણીમાં સમુદાયની ભાગીદારી પર ભાર મૂકવામાં આવશે. તમામ સંપત્તિઓનું ડિજિટલ મેપિંગ પણ કરવામાં આવશે.

  2. મદુરાઈ એરપોર્ટને ઇન્ટરનેશનલનો દરજ્જો: તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેનાથી પ્રવાસન અને વેપારને વેગ મળશે.

  3. પશ્ચિમ બંગાળમાં રેલવે લાઈનનો વિસ્તાર: સંતરાગાછીથી ખડગપુર રેલવે સેક્શનમાં ચોથી લાઈન બનાવવા માટે ₹2,905 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

  4. સૈંથિયા-પાકુડ રેલવે પ્રોજેક્ટ: આ સેક્શનમાં પણ ચોથી રેલવે લાઈન નાખવાના પ્રોજેક્ટને ₹1,569 કરોડની મંજૂરી મળી છે.

  5. મધ્યપ્રદેશમાં હાઈવેનું વિસ્તરણ: બદનાવર-થાંદલા-તિમરવાની (NH-752D) રોડને 4-લેન બનાવવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ ₹3,839 કરોડ છે.

  6. જેવર એરપોર્ટ અને ફરીદાબાદ કનેક્ટિવિટી: નોઈડાના જેવર એરપોર્ટને ફરીદાબાદ સાથે જોડવા માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ માટે ₹3,631 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુખ્ય હેતુ

કેબિનેટના આ નિર્ણયોમાં ખાસ કરીને ચૂંટણીલક્ષી રાજ્યો જેમ કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળને મોટી ભેટ આપવામાં આવી છે. જલ જીવન મિશન દ્વારા છેવાડાના માનવી સુધી શુદ્ધ પાણી પહોંચાડવાની ખાતરી કરવામાં આવી છે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા પરિવહનને વધુ ઝડપી બનાવવાનું લક્ષ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE