યુટ્યુબનો દબદબો: ડિઝનીને પછાડીને વિશ્વની સૌથી મોટી મીડિયા કંપની બન્યું YouTube

આજના ડિજિટલ યુગમાં મનોરંજન અને માહિતી મેળવવાની રીતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક સમય હતો જ્યારે ટેલિવિઝન અને મોટા ફિલ્મ સ્ટુડિયોનું વર્ચસ્વ હતું..પરંતુ હવે સમય બદલાયો છે. આ પરિવર્તનની સાક્ષી પૂરતી એક મોટી ઘટના સામે આવી છે..વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube હવે આવકના મામલે વિશ્વની સૌથી મોટી મીડિયા કંપની બની ગયું છે.

ડિઝનીનો રેકોર્ડ તોડ્યો

વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો, YouTubeએ સફળતાનું એક નવું શિખર સર કર્યું છે. રિસર્ચ ફર્મ MoffettNathanson Researchના અહેવાલ મુજબ, 2025માં YouTubeની કુલ આવક $62.3 અબજ ડોલર રહી હતી. આની સામે, મનોરંજન જગતની દિગ્ગજ કંપની The Walt Disney Companyના મીડિયા બિઝનેસની આવક $60.9 અબજ ડોલર નોંધાઈ હતી. આ આંકડા સ્પષ્ટ કરે છે કે,, હવે યુઝર્સ માટે પરંપરાગત મીડિયા કરતા ડિજિટલ પ્લેટફોર્મ વધુ આકર્ષક બની રહ્યા છે.

આવકના સ્ત્રોત: ફક્ત જાહેરાતો જ નહીં!

YouTubeની આ પ્રચંડ સફળતા પાછળના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો, તે માત્ર જાહેરાતો પર નિર્ભર નથી. કંપનીએ પોતાની આવક મેળવવા માટે વૈવિધ્યપૂર્ણ મોડલ અપનાવ્યું છે:

જાહેરાતો (Advertising): કંપનીની મુખ્ય આવક હજુ પણ જાહેરાતો દ્વારા આવે છે.

સબ્સ્ક્રિપ્શન મોડલ: YouTube Premium, YouTube TV અને NFL Sunday Ticket જેવી પ્રીમિયમ સેવાઓએ કંપનીની તિજોરીમાં મોટો ફાળો આપ્યો છે.

વિવિધતા: આંકડા મુજબ, YouTubeની કુલ આવકનો લગભગ ત્રીજો ભાગ માત્ર સબ્સ્ક્રિપ્શન સેવાઓમાંથી આવે છે. જે કંપનીની સ્થિરતા દર્શાવે છે.

ભવિષ્યની સંભાવનાઓ: AI અને ઓનલાઇન ડિમાન્ડ

વિશ્લેષકોનું માનવું છે કે YouTubeની આ વૃદ્ધિ અહીં અટકવાની નથી. વૈશ્વિક સ્તરે વધતી જતી ઓનલાઇન વિડિયોની માંગ અને Google (Alphabet Inc.) દ્વારા સતત અપગ્રેડ કરવામાં આવતી AI ટેક્નોલોજી YouTubeને વધુ પાવરફુલ બનાવી રહી છે. કન્ટેન્ટ ક્રિએટર્સ માટે નવા સાધનો અને દર્શકો માટે પર્સનલાઇઝ્ડ અનુભવ, YouTubeને લાંબા ગાળા માટે એક મજબૂત માર્કેટ લીડર બનાવે છે.

YouTubeનું ડિઝનીને પાછળ છોડવું એ વાતનું પ્રમાણ છે કે ભવિષ્ય ‘સ્ટ્રીમિંગ’નું છે. જે રીતે ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તે જોતા એમ કહી શકાય કે આવનારા સમયમાં ડિજિટલ મીડિયા કંપનીઓ મનોરંજન જગતને નવી દિશા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE