રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ તોફાન! એડવાન્સ બુકિંગ ₹20 કરોડને પાર

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Dhurandhar 2: The Revenge’ રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 19 માર્ચના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેવા જઈ રહેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગના આંકડા સૂચવે છે કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર અનેક મોટા રેકોર્ડ તોડી શકે છે.

એડવાન્સ બુકિંગના ચોંકાવનારા આંકડા

ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ દ્વારા અધધ કમાણી કરી લીધી છે.ભારતમાં અત્યાર સુધીમાં આશરે ₹14.69 કરોડ છે…આ આંકડો ₹20.32 કરોડને વટાવી ગયો છે..દેશભરમાં અત્યાર સુધીમાં 2.59 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે.ફિલ્મની ટિકિટના ભાવ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે..મેકર્સ દરેક વર્ગના પ્રેક્ષકોને આકર્ષવા માટે ખાસ વ્યૂહરચના અપનાવી રહ્યા છે..મુંબઈના આઈનોક્સ મેગાપ્લેક્સમાં રિક્લાઈનર પ્રાઇમ સીટની કિંમત ₹2900 સુધી છે.જયારે ચેન્નાઈના AGS સિનેમામાં આ ફિલ્મ માત્ર ₹59માં જોઈ શકાય છે.

એકલા હિન્દી વર્ઝનનું એડવાન્સ કલેક્શન ₹14 કરોડથી વધુ છે. દેશભરમાં ફિલ્મના 7,800 થી વધુ શો ગોઠવવામાં આવ્યા છે..તમિલ અને તેલુગુ વર્ઝનમાં પણ બુકિંગ ઝડપથી વધી રહ્યું છે. તેલુગુમાં 5,500 અને તમિલમાં 10,000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે. કન્નડ અને મલયાલમમાં પણ પ્રતિસાદ સારો મળી રહ્યો છે..ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે,, જે પ્રકારે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે..તે જોતા ‘Dhurandhar 2: The Revenge’ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ શકે છે..રણવીર સિંહનો એક્શન અવતાર ફરી એકવાર બોક્સ ઓફિસ પર સુનામી લાવવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE