ઈઝરાયેલનો ચોંકાવનારો દાવો: 120 કલાકમાં 5000 બોમ્બ અને 1000 લોકોનો ભોગ લેવાયો.

ઈઝરાયેલ અને અમેરિકાની સંયુક્ત સેનાએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કર્યો.ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) એ દાવો કર્યો છે કે, છેલ્લા 5 દિવસમાં ઈરાન પર 5000 બોમ્બ વર્ષાવવામાં આવ્યા છે.જેમાં 1000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈઝરાયેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની રાજધાની તેહરાન પર કબજો કરવાનો છે. આ માટે તેહરાન અને તેની આસપાસના વ્યૂહાત્મક વિસ્તારોને નિશાન બનાવી સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે.ઈરાનના સૈન્ય અને વ્યૂહાત્મક થાણાઓને જડમૂળથી ઉખેડી નાખવા. ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ સેન્ટરો અને પરમાણુ પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરવા.આ તબાહીમાં સૌથી ભયાનક દ્રશ્યો દક્ષિણ શહેર મીનાબમાં જોવા મળ્યા..એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં 160 થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના કરૂણ મોત નિપજ્યા છે..

ઈરાને પણ હાર ન માનતા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. જોકે, ઈઝરાયેલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. આ દરમિયાન ઈઝરાયેલના નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનો (Shelters) માં રહેવાની સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE