પાક-અફઘાન જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી: “હા, હું હસ્તક્ષેપ કરીશ!”, ટ્રમ્પના નિવેદનથી એશિયાના રાજકારણમાં ગરમાવો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ ઉંચો છે. બંને દેશો બોમ્બમારો, ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા છે.આખી દુનિયા આ વિવાદ પર નજર રાખી રહી છે.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, જો જરૂર પડશે તો તેઓ હસ્તક્ષેપ કરશે.રશિયા, ચીન, તુર્કી અને ઈરાન સહિત ઘણા દેશોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને વાતચીત દ્વારા વિવાદ ઉકેલવા વિનંતી કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને ટેકો આપશે

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષ પર મીડિયાના પ્રશ્નના જવાબમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “જો જરૂર પડશે તો હું હસ્તક્ષેપ કરીશ અને પાકિસ્તાનને ટેકો આપીશ..મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. તેમના એક મહાન વડાપ્રધાન, એક મહાન જનરલ અને એક મહાન નેતા છે.આ બંને લોકોનો હું ખૂબ આદર કરું છું.પાકિસ્તાને તાજેતરમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને હજુ પણ સારું કરી રહ્યું છે..તેથી હું પાકિસ્તાન સાથે ઉભો છું.”કતાર અને તુર્કી મધ્યસ્થી કરી રહ્યા છે.

પાકિસ્તાનના વિદેશ સચિવ સાથેની વાતચીત બાદ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એલિસન હૂકરે જણાવ્યું હતું કે અમેરિકા તાલિબાનના હુમલાઓથી પોતાને બચાવવાના પાકિસ્તાનના પ્રયાસોને સમર્થન આપે છે..કતાર અને તુર્કી હાલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે મધ્યસ્થી કરી રહ્યા છે..કતારના વિદેશ રાજ્યમંત્રી ડૉ.ખુલૈફી અને તુર્કીના વિદેશમંત્રી હકાન ફિદાનએ અફઘાન વિદેશમંત્રી મોહમ્મદ મુત્તાકી સાથે તણાવ ઓછો કરવા અને શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અંગે વાત કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE