દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.શુક્રવારે સાંજે બોલિવિયાની વાયુસેનાનું હર્ક્યુલસ C-130 વિમાન એલ અલ્ટો એરપોર્ટ નજીક ક્રેશ થઈને સીધું હાઈવે પર પટકાયું હતું.આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે,, વિમાનમાં ભરેલી લાખોની નવી નોટો રસ્તા પર વેરાઈ ગઈ હતી.. અને ચારેતરફ લાશોના ઢગલા જોવા મળ્યા હતા.
કેવી રીતે સર્જાયો કાળમુખો અકસ્માત?
સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ જ્યારે આ વિશાળકાય વિમાન ટેકઓફ અથવા લેન્ડિંગ કરી રહ્યું હતું..ત્યારે અચાનક રનવે પરથી લપસી ગયું હતું. વિમાન એરપોર્ટની સુરક્ષા દિવાલ તોડીને સીધું બાજુમાં આવેલા વ્યસ્ત હાઈવે પર પહોંચી ગયું હતું. હાઈવે પર દોડતી અનેક કાર અને વાહનો આ વિમાનની અડફેટે આવી ગયા હતા.. જેના કારણે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
દુર્ઘટનાની મોટી વિગતો:
અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.જયારે 30 થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.જેમાંથી અનેકની હાલત નાજુક છે.આ વિમાન દેશના અન્ય ભાગોમાં નવી નોટોનો જથ્થો પહોંચાડવા જઈ રહ્યું હતું. અકસ્માત બાદ હાઈવે પર નવી નોટો વિખેરાયેલી જોવા મળી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો..ઘટના બાદ તરત જ બોલિવિયા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.વિમાન અને વાહનોના કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.સાવચેતીના ભાગરૂપે એલ અલ્ટો એરપોર્ટને હાલમાં અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
Post Views: 0











