મણિપુરમાં નવા યુગનો પ્રારંભ: યુમનામ ખેમચંદ સિંહે મુખ્યમંત્રી તરીકે સંભાળ્યો પદભાર, બે નાયબ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં.

ભારતીય જનતા પાર્ટીના યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા હતા. મંગળવારે તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.ત્યારબાદ બુધવારે બપોરે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું.જેનાથી ભાજપને સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો…મણિપુરમાં છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું..મણિપુરમાં હિંસા બાદ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

ખેમચંદ સિંહ,નેમચા કિપગેન અને લોસી દિખો સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.બંનેને મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા હતા.

નોંધનીય છે કે, રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વંશીય હિંસા વચ્ચે 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ એન.બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

ખેમચંદ સિંહ બે વખત ધારાસભ્ય છે અને મેઇતેઈ સમુદાયના છે.તેમણે સિંગજામેઈ વિધાનસભા બેઠક પરથી સતત બે વાર જીત મેળવી છે. વર્ષ 2017માં અને ફરી 2022માં એન.બિરેન સિંહ સરકારમાં તેમણે ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળ્યા હતા..વિધાનસભા અધ્યક્ષ તરીકે તેમની નિષ્પક્ષ કાર્યશૈલીની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE