મોદી-ટ્રમ્પની દોસ્તીનો જાદુ: ભારતીય સામાન પર અમેરિકાએ ટેરિફ 25% થી ઘટાડીને 18% કર્યો!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ (આયાત શુલ્ક) માં મોટો ઘટાડો કર્યો છે.હવે ભારતીય સામાન પરનો ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું કહ્યું?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા લખ્યું:

“વડાપ્રધાન મોદી પ્રત્યેની મારી મિત્રતા અને સન્માનને કારણે તથા તેમના આગ્રહ પર, અમે ભારત અને અમેરિકા વચ્ચે એક નવા વેપાર કરાર પર સહમતિ સાધી છે. આ કરાર હેઠળ અમેરિકા ભારત પરના પારસ્પરિક શુલ્કને તાત્કાલિક અસરથી 25% થી ઘટાડીને 18% કરશે.”

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “ભારત પણ અમેરિકા વિરુદ્ધના તેના ટેરિફ અને અન્ય અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ વધશે.વડાપ્રધાન મોદીએ 500 અબજ ડોલરથી વધુના અમેરિકી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને કોલસા જેવા ઉત્પાદનો ખરીદવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.”

‘અમે બંને કામ કરનારા માણસો છીએ’

ટ્રમ્પે બંને દેશોના મજબૂત સંબંધોની પ્રશંસા કરતા કહ્યું કે, “વડાપ્રધાન મોદી અને હું એવા બે વ્યક્તિઓ છીએ જે માત્ર વાતો નથી કરતા પણ કામને અંજામ આપે છે.ભારત સાથેના અમારા સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.”

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું નિવેદન

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ‘X’ પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરતા લખ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખરેખર વડાપ્રધાન મોદીને પોતાના સાચા મિત્ર માને છે. આ વેપાર કરારના સમાચારથી હું ખૂબ જ ખુશ છું. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં હવે અસીમિત શક્યતાઓ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE