બજેટ 2026: શું છે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ’? જે પ્રોજેક્ટ્સને આપશે નવી ગતિ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026માં દેશના પાયાના માળખાકીય વિકાસ (Infrastructure) ને વેગ આપવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલા તરીકે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ’ ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.આ ફંડનો મુખ્ય હેતુ અટકેલા પ્રોજેક્ટ્સને ફરી શરૂ કરવાનો અને ફાઇનાન્સિંગમાં આવતી અડચણોને દૂર કરવાનો છે.

આ ફંડ કેવી રીતે કામ કરશે?

આ ફંડ બેંકો અને નાણાકીય સંસ્થાઓ (Lenders) માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરશે. જ્યારે કોઈ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાંધકામ હેઠળ હોય ત્યારે તેમાં અનેક જોખમો રહેલા હોય છે. જો કોઈ પ્રોજેક્ટ મુશ્કેલીમાં મુકાય, તો આ ફંડ ધિરાણકર્તાઓ સાથે તેનું જોખમ વહેંચશે.આ ફંડ પ્રોજેક્ટ્સ માટે લેવામાં આવેલી લોન પર ‘પાર્શિયલ ક્રેડિટ ગેરંટી’ (આંશિક ક્રેડિટ ગેરંટી) આપશે. આનાથી બેંકો મોટા પ્રોજેક્ટ્સને લોન આપવામાં વધુ સુરક્ષિત અનુભવશે.

શા માટે આ ફંડ જરૂરી છે?

પ્રોજેક્ટ પૂર્ણ થવામાં થતો વિલંબ…ખર્ચમાં અચાનક થતો વધારો (Cost Escalation)..લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ હોવાને કારણે ફંડ મેળવવામાં પડતી મુશ્કેલી. આ ફંડ આ તમામ પડકારો સામે ડેવલપર્સ અને બેંકોનો આત્મવિશ્વાસ વધારશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE