એપ્સટિન ફાઇલ્સનો વિસ્ફોટ: ટ્રમ્પ, મસ્ક અને હવે ઇવાન્કાના નામે દુનિયાભરમાં મચાવ્યો હડકંપ!

અમેરિકાના કુખ્યાત સેક્સ ગુનેગાર જેફરી એપ્સટિન સાથે જોડાયેલા લાખો ગુપ્ત દસ્તાવેજોની નવી અને અંતિમ યાદી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવી છે. ‘એપ્સટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ 2025’ હેઠળ જાહેર કરાયેલ આ બેચમાં 30 લાખથી વધુ પાના, 1.80 લાખ ફોટા અને 2,000 થી વધુ વીડિયો ક્લિપ્સનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો સગીર વયની બાળકીઓના જાતીય શોષણ અને માનવ તસ્કરીના મસમોટા નેટવર્ક પરથી પડદો ઉંચકે છે.

નવી યાદીમાં વિશ્વના અનેક પ્રભાવશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓના નામ સામેલ છે, જે નીચે મુજબ છે:તાજેતરના દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે ગંભીર આરોપોનો ઉલ્લેખ છે. રિપોર્ટ મુજબ, એક મહિલાએ દાવો કર્યો છે કે લગભગ 25 વર્ષ પહેલા જ્યારે તે 13-14 વર્ષની હતી. ત્યારે ન્યુજર્સીમાં તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કનું નામ પણ આ ફાઇલોમાં છે. તેમનો ઉલ્લેખ એપ્સટિનના ખાનગી ટાપુની સંભવિત મુલાકાતોના સંદર્ભમાં કરવામાં આવ્યો છે..ઇવાન્કા ટ્રમ્પનું નામ એક ઇમેઇલ વિષયમાં જોવા મળ્યું છે. જે લેખિકા વિકી વોર્ડના પુસ્તકની તૈયારીઓ સાથે સંબંધિત હોવાનું જણાય છે.માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સામે આ ફાઇલોમાં અનેક ચોંકાવનારા આરોપો છે. જેમાં અમુક સ્વાસ્થ્ય સંબંધી બાબતો અને મુલાકાતોનો ઉલ્લેખ છે.

અન્ય જાણીતી હસ્તીઓની યાદી:

આ યાદીમાં માત્ર રાજકારણીઓ જ નહીં પણ કલા અને વિજ્ઞાન જગતના લોકોના નામ પણ છે:

રાજકારણીઓ: એહુદ બરાક, બિલ રિચાર્ડસન.

શાહી પરિવાર: પ્રિન્સ એન્ડ્રુ, સારાહ ફર્ગ્યુસન.

મનોરંજન જગત: માઈકલ જેક્સન, મિક જેગર, કેવિન સ્પેસી, ડાયના રોસ, ક્રિસ ટકર, વુડી એલન.

બૌદ્ધિકો અને અન્ય: સ્ટીફન હોકિંગ, નોઆમ ચોમ્સ્કી, રિચાર્ડ બ્રેન્સન, પીટર થિએલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE