મુંબઈમાં હડકંપ: ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન બહાર ફાયરિંગ, 4 રાઉન્ડ ગોળીબારથી ખળભળાટ

બોલિવૂડના જાણીતા એક્શન ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા બંગલાની બહાર મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા ફિલ્મ જગત અને મુંબઈ પોલીસમાં દોડધામ મચી ગઈ. શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ અજાણ્યા શખ્સો દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેના અવાજથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.પોલીસે તાત્કાલિક અસરથી રોહિત શેટ્ટીના નિવાસસ્થાન આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે.ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સદનસીબે હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને ફાયરિંગ કરનારા શખ્સોની ઓળખ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.ઘટના બાદ રોહિત શેટ્ટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત સખત કરી દેવામાં આવ્યો છે.આસપાસના રહેવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઘટનાના થોડા જ સમયમાં રોહિત શેટ્ટીના ઘરની બહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જેમાં પોલીસ કાફલો અને સુરક્ષા એજન્સીઓ તપાસ કરતી નજરે પડે છે.મુંબઈ પોલીસ ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરી શકે છે.

Leave a Comment

READ MORE

READ MORE