“મોટાગજા”ના નામે દેહવેપારનો ધંધો – મોરબી જકાતનાકા વિસ્તારમા પોલીસ તંત્ર સામે શંકાની સોય!

“મોટાગજા”ના નામે દેહવેપારનો ધંધો – મોરબી જકાતનાકા વિસ્તારમા પોલીસ તંત્ર સામે શંકાની સોય!

રાજકોટ – પ્રતિનિધિ:
રાજકોટના મોરબી જકાતનાકા વિસ્તારમાં મોટા ગજાના નામે ચાલતો દેહવેપારનો ભાંડો ફૂટતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. “મોટાગજા”ના નામે ઓળખાતા શેલ્ટર હાઉસ જેવી જગ્યા પરથી ચાલી રહેલા ગેરકાયદે દેહ વેપારની હકીકત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયો સાથે બહાર આવી છે.

📱 વોટ્સએપ પર ખુલ્લેઆમ ‘સેવા’ના રેટ, લોકેશન અને ટાઈમિંગ!

મળતી માહિતી મુજબ, અડધા ડઝનથી વધુ યુવતીઓ અને તેમના સંચાલકો દ્વારા વોટ્સએપ ગ્રૂપો અને મેસેજિંગ મારફતે ગ્રાહકો સાથે સોદા કરવામાં આવતા હતા. સ્પષ્ટ શબ્દોમાં રેટ, સેવા સમય અને સ્થળની વિગતો સાથે ફોટા શેર થતું હતું – જે હાલમાં સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઈ રહ્યાં છે.

🏨 ગેરકાયદે હોટલમાંથી ચાલી રહેલું શંકાસ્પદ નેટવર્ક

આ દેહવેપાર મોરબી જકાતનાકા નજીક આવેલા એક શંકાસ્પદ હોટલમાંથી સંચાલિત થતો હોવાનું મનાઈ રહ્યું છે. હોટલના છેલ્લા ભાગમાં રાખવામાં આવેલ ગુપ્ત રૂમોમાં આ પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

👁 તંત્ર મૌન – પોલીસ જાણકાર કે અજાણ?

આ મામલે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે – શું તંત્ર જાણકારી હોવા છતાં મૌન છે?
કે પછી ગેરકાયદે હોટલની પાછળ કોઈ “મજબૂત રાજકીય અથવા તંત્રની છત્રછાયા” છે?

📍 નાગરિકોમાં આક્રોશ – તાત્કાલિક કાર્યવાહીની માંગ

સ્થાનિક નાગરિકો અને સમાજસેવકોમાં આ ઘટનાને લઈને ભારે ગુસ્સો જોવા મળ્યો છે. તેઓની માંગ છે કે:

તાત્કાલિક આ શંકાસ્પદ સ્થળ પર દરોડો પાડી દેહવેપાર નાબૂદ કરવો

ગેરકાયદે હોટલ સીલ કરી કાયદેસર કાર્યવાહી કરવી

અને તંત્રના જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવી

🔎 પૃષ્ઠભૂમિ અને તપાસનો દાવો:
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ યાત્રાધામો તથા શહેરી વિસ્તારોમાં ધર્મના નામે એવી કેટલીક જગ્યાઓ ઉગી નીકળી છે જ્યાં લાઈસન્સ વગરના પ્રવૃત્તિઓ, દેહવેપાર અને ગેરકાયદે ધંધા ચલાવવામાં આવે છે.

મોટાગજા નામે પવિત્ર લાગતું સ્થળ ત્યારે અપવિત્ર બની જાય છે જ્યારે ત્યાંથી સમાજઘાતક પ્રવૃત્તિઓ અંજામ પામે છે. હવે જોઈતું એટલું છે કે પોલીસ તંત્ર આ સમગ્ર મામલામાં કડક કાર્યવાહી કરે છે કે નહીં – તે આગામી દિવસોમાં ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE