દિવસેને દિવસે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ઉનાળાને લઇ આગાહી કરી હતી. જેમાં હીટવેવની ફ્રિકવન્સી વધી જવાની આગાહી કરવામાં આવી છે.
શિયાળાની ઋતુથી સંકેત મળી રહ્યા હતા કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. કારણ કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા, જેના કારણે ઠંડી ગણ્યાગાંઠ્યા દિવસ પડી હતી. હવે માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ જાય છે. જોકે ફેબ્રુઆરીની મધ્યમાંથી જ ધીમે ધીમે તાપમાન વધી રહ્યું હતું અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સામાન્ય રીતે ઉનાળામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવનના કારણે અકળામણ અનુભવાતી હોય છે. પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવન ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયા હતા.
ઋતુને લઈ પૂર્વાનુમાન જાહેર
હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેની પહેલા તાપમાન, પવન, વરસાદ કેવો રહેશે તેનું પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે. ત્યારે દેશમાં ઉનાળાની ઋતુને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. માર્ચથી મે મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચુ રહેવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષનું ઉનાળો આકરો રહેશે. કારણ કે તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાનું છે. જો માર્ચ મહિનો પણ શરૂ થઈ ગયો છે અને ઉનાળાની ગરમીનો અહેસાસ પણ શરૂ થઈ જશે.