ગુજરાતના ચાર શહેરમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 90000000થી વધારેની કર ચોરી ઝડપાઈ

GST Raid : કેમીકલ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા, ઇલેક્ટ્રોનીક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમા કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા

GST Raid : ગુજરાત સ્ટેટ GST વિભાગ કરચોરી રોકવા મક્કમ છે. આ અંતર્ગત GST વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં GST વિભાગે અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન GST વિભાગે અંદાજીત 9.11 કરોડની કરચોરી શોધી કાઢી છે.

કરચોરી એટલે કે બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ GST વિભાગ દ્વારા તા. 21 મી જાન્યુઆરી, 2025ના રોજ કેમીકલ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ અને રમકડા, ઇલેક્ટ્રોનીક્સ, બ્યુટી પાર્લર અને મેન પાવર સહિત વિવિધ ક્ષેત્રોમા કાર્યરત કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. વિગતો મુજબ આ 14 વેપારીઓ પૈકી 8 વેપારીઓ અમદાવાદમાં, 3 વેપારીઓ સુરતમાં, 2 વેપારીઓ વાપીમાં તથા 1 વેપારી વ્યારામાં આવેલ હતા.

વિગતો મુજબ તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને વેરાની ઓછી જવાબદારી દર્શાવવા જેવી ગેરરીતિઓ ધ્યાનમાં આવેલ હતી. GST વિભાગ દ્વારા આ કાર્યવાહી દરમિયાન અંદાજીત રૂ. 9.11 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે. રાજ્યના કર વિભાગ દ્વારા આ કેસમાં સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE