Devayat Khavad Vs Brijrajdan Gadhvi : બ્રિજદાન ગઢવી-દેવાયત ખવડ વિવાદમાં જો તમે ધ્યાનની બંનેના વિડીયો જોયા અને સાંભળ્યા હોય તો એક શબ્દ આવે છે ‘મોરે મોરા’. હવે તમને એમ થાય કે આ ‘મોરે મોરા’ એટલે શું ?
Devayat Khavad Vs Brijrajdan Gadhvi : બ્રિજદાન ગઢવી-દેવાયત ખવડ અને મોરે મોરા આ ત્રણ શબ્દો હાલ તમે સોશિયલ મીડિયામાં ખૂબ સાંભળ્યા હશે. જોકે તમે જાણતા જ હશો કે હાલ દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં જો તમે ધ્યાનની બંનેના વિડીયો જોયા અને સાંભળ્યા હોય તો એક શબ્દ આવે છે ‘મોરે મોરા’. હવે તમને એમ થાય કે આ ‘મોરે મોરા’ એટલે શું ?
‘મોરે મોરા’ એટલે શું ?
જો આપણે તળપદી ભાષામાં સમજીએ તો “મોરે મોરા” શબ્દનો અર્થ થાય છે સંમુખ થવું (એટલે કે સામસામે આવવું). હવે જો આપણે આ વિવાદની વાત કરીએ તો બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવાડ બંને એક બીજાને મોર મોરા એટલે કે સામસામે આવવાનો પડકાર ફેંકી રહ્યા છે.
ગુજરાતના 2 લોકસાહિત્યકારો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. વાસ્તવમાં બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડે પણ હવે વળતો જવાબ આપ્યો છે. મહત્વનું છે કે, બ્રિજરાજ દાનનો દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કે તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે. આ તરફ હવે દેવાયત ખવડે બ્રિજદાન ગઢવીને જવાબ આપતા દેવાયત ખવડે પોતાની ઓફિસનો એડ્રેસ વીડિયોમાં જાહેર કર્યો અને મારે કોઈ એડ્રેસ છૂપાવવાની જરૂરી નથી તેવું કહ્યુ છે.
બ્રિજદાન ગઢવીના આરોપ બાદ દેવાયત ખવડે પોતાની ઓફિસનો એડ્રેસ વીડિયોમાં જાહેર કર્યું છે. આ સાથે કહ્યું કે, મારે કોઈ એડ્રેસ છૂપાવવાની જરૂરી નથી. દેવાયત ખવડે કહ્યુ કે, એડ્રેસ જોઈતું હોય તો ઇસ્કોન આંબલી રોડ પર ઓફિસ છે. આ સાથે તેમણે કહ્યુ કે, 200 લોકોને સાથે લઈને ફરે છે તે વાત પાયાવિહોણી છે. બ્રિજદાન ગઢવીને લઈ કહ્યુ કે, તું મોટી તોપ નથી કે સમાધાન માટે મારે 50 લોકોને દોડાવવા પડે અને સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ધા તે કર્યો છે.
કોઈ લાંબી ચર્ચા કરવી નથી ડાયલોગ બંધ કરી દેજે
દેવાયત ખવડે કહ્યુ કે, ઇસ્કોન આંબલી રોડ પર ઓફિસ છે હું તારી રાહ જોઉં છું અને કોઈ લાંબી ચર્ચા કરવી નથી ડાયલોગ બંધ કરી દેજે. આ સાથે અગાઉ થયેલ સમાધાનને લઈ ખવડે કહ્યુ કે, માં કરતા મારાથી મોટું કોઈ છે નહીં એટલે મે માફી માંગી લીધી છે.
શું કહ્યુ હતું બ્રિજદાન ગઢવીએ ?
બ્રિજરાજ દાનનો દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતાં દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કેમ તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે. બ્રિજરાજ દાને કહ્યું કે, સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી. બ્રિજરાજ દાને વધું ક્યું કે તમે અમારી કોપી કરીને તો જીવન જીવો છો, સાથે જ કહ્યું કે સિલેક્ટેડ ડાયરાની વાત કરી હતી તો સિલેક્ટેડનો મતલબ શું છે તમારા માટે. બ્રિજરાજ દાનના પ્રહાર દેવાયત ખવડના એ વીડિયોના જવાબમાં આવ્યા છે જેમાં દેવાયત ખવડે સમાધાન અને માફીને લઇને પોતાની વાત મુકી હતી.
વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી ?
રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.
ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.’
ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું
ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.