શહેરા પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ચોકડીથી શેખપુર,જોધપુર તરફ જતા રસ્તાની હાલત પાછલા ઘણા સમયથી બિસ્માર હતી. રોડ પર ખાડા હોવાને કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હતા. સ્થાનિક લોકો દ્વારા રોડનુ સમારકામ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી હતી. જેના પગલે આખર તંત્રે 20થી વધુ ગામોને જોડતા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરતા સ્થાનિક લોકોમા ખુશીનો માહોલ વ્યાપ્યો હતો
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેલાવ ચોકડી પાસેથી જોધપુર તરફ જતા રસ્તાની હાલત પાછલા ઘણી સમયથી બિસ્માર હતી. બિસ્માર હોવાને કારણે રોજીંદા અવરજવર તેમજ અપડાઉન કરનારા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રોડ બિસ્માર હોવાને કારણે ખાડાઓ પણ પડી ગયા હતા.ઘણી વાર અકસ્માતની પણ ઘટનાઓ બનતી હતી. ત્યારે આ રસ્તાનુ નવિનીકરણ કરવામા આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા તંત્રને કરવામા આવી હતી. આ મામલે તંત્રને સ્થાનિક લોકો અને વાહનચાલકોની રજુઆતને પગલે આખરે રસ્તાની નવીનીકરણની કામગીરી શરૂ કરવામા આવી છે. જેના કારણે લોકોમા ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. આ રસ્તાનુ નવીનીકરણથી હવે ઝડપથી પહોચી શકાશે. લોકોએ પણ તંત્રનો આભાર માન્યો હતો
Post Views: 13