એસટી દ્વારા નવી 10 વોલ્વો બસો ઉમેરવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના ધોરડો, ધાર્મિક સ્થળો, શહેરો વચ્ચે વોલ્વો બસોનું સંચાલન થશે.
રાજ્યની પરિવહન સેવામાં નવીન બસોનો સમાવેશ થયો છે. એસટી દ્વારા નવી 10 વોલ્વો બસો ઉમેરવામાં આવી છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના ધોરડો, ધાર્મિક સ્થળો, શહેરો વચ્ચે વોલ્વો બસોનું સંચાલન થશે. રાજ્યમાં 70 વોલ્વો બસો હાલ સંચાલનમાં છે
એક સમયે એવો હતો જ્યારે ગુજરાત એસટી નિગમની આર્થિક હાલત ખરાબ તબક્કામાંથી પસાર થતી હતી, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતા જ રાજ્યના જાહેર નિગમોના કાયાકલ્પની ઝુંબેશ ઉપાડી હતી, જેમાં એસટી નિગમનો પણ સમાવેશ થતો હતો. તેના પરિણામસ્વરૂપે આજે ગુજરાત એસટી નિગમ રાજ્યમાં નવી બસોના ઉમેરા તેમજ નવા બસ સ્ટેશનો, નવા ડેપો-વર્કશૉપના વિકાસ સાથે રાજ્યના લાખો પ્રવાસીઓને મુસાફરીની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.
એસટી નિગમ જૂની બસોના સ્થાને નવી, આધુનિક બસો ઉપરાંત મુસાફરોને ઇલેક્ટ્રિક બસોની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે, જેના દ્વારા નિગમ ગુજરાતના ગ્રીન રિવૉલ્યૂશનમાં પણ ફાળો આપી રહ્યું છે. આ સાથે જ નિગમ દ્વારા તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી ડબલ ડેકર બસો રાજ્યના જાહેર વાહન વ્યવહાર ક્ષેત્ર, નિગમ અને રાજ્ય સરકારની શાન વધારી રહી છે. ગુજરાત સરકાર અને એસટી નિગમ સાથે મળીને રાજ્યમાં એસટી બસ સેવામાં ઉત્તરોત્તર સુધારો કરી રહ્યા છે.
Post Views: 9