સ્પેનમાં લગ્ન તોડવાનો વિચિત્ર ધંધો: ફી રૂા.47 હજાર!

યે શાદી નહીં હો સકતી, બોલીવૂડની ફિલ્મોમાં લગ્નના માંડવે આ સંવાદ બોલાય અને લગ્ન તુટી જાય, પણ સ્પેનમાં તો આનો બિઝનેસ ચાલી રહ્યો છે. એટલે કે લગ્ન તોડવાનો ધંધો ચાલી રહ્યો છે. એક લગ્ન તોડવાની 47 હજાર રૂપિયા જેટલી કિંમત લેવાય છે.

અર્નેસ્ટો રેનારેસ વેરિયા નામનો માણસ મેરેજ-ડિસ્ટ્રોયર છે. દો દિલો કા મિલનમાં ફાચર મારવાનો આ ધંધો એક રમૂજને કારણે શરૂ થયો હોવાનું અર્નેસ્ટો કહે છે. તેણે કહ્યું કે તેણે મજાક ખાતર ઓનલાઇન જાહેરાત આપી હતી.

અર્નેસ્ટોએ એમાં લખ્યું હતું કે ‘તમારે લગ્ન નથી કરવાં, પણ ના કેવી રીતે પાડવી એ ન સમજાતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, હું તમારા લગ્નમાં વાંધો પાડીશ અને લગ્ન તોડાવીશ.’

આ માટે તેણે 500 યુરો એટલે કે 47 હજાર રૂપિયાની કિંમત પણ લખી હતી. આ જાહેરાતનો જબરદસ્ત રિસ્પોન્સ મળશે એવી તેને આશા નહોતી. પણ તેના ઇનબોક્સમાં વર-કન્યાઓની લગ્નો તોડવા માટે ઢગલાબંધ અરજીઓ આવી. અત્યારે તેની પાસે ડિસેમ્બર સુધીનાં લગ્નો તોડવા માટેનું બુકિંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE