ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડ. અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બરઓફ કોમર્સ ઈન્ડ. સાથે એમઓયુ

ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચેના પ્રથમ એમઓયુ પર હસ્તાક્ષર કરવાનો ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે આપણા ખજાનચી સુધાંશુ મહેતાની નિમણુંક કરી હતી.

ન્યુઝીલેન્ડમા ભારતના હાઈ કમિશ્ર્નર સુશ્રી નીતા ભૂષણે ભારતની આગામી ત્રણ વર્ષમાં 5 ટ્રીલીયન ડોલરનુ અર્થતંત્ર બનવાની અભિયાનને વધુ પ્રકાશિત કર્યો હતો. તેમણે જણાવ્યુ કે છેલ્લા દાયકામાં ભારતીય અર્થતંત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને દેશને વિશ્ર્વનુ ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે.સુધાંશુ મહેતાએ જણાવ્યુ કે ન્યુઝીલેન્ડ ચેપ્ટરનો ઉદેશ ટેકનોલોજી, માળખાગત સુવિધા અને સ્થાયી ઉર્જા જેવા ક્ષેત્રોમાં વૃધ્ધિને પ્રોત્સાહન આપવાનો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE