September 21, 2024 6:19 pm

સગીરને માર મારવાના પ્રકરણમાં એસપી દ્વારા હાઇકોર્ટમાં તપાસ રીપોર્ટ રજૂ

સીસીટીવી સહિતના પૂરાવા રજુ, પીટીશનનો નિકાલ કરાયો

જામનગરમાં 14 વર્ષના એક સગીરને સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં માર મારવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે સ્થાનિક પોલીસને ફટકાર લગાવ્યા બાદ સરકારપક્ષ તરફથી હાઇકોર્ટ સમક્ષ નિવેદન કરાયું હતું કે, આ કેસમાં ખુદ જામનગરના એસપી (સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) પર્સનલી આ મામલામાં તપાસ કરશે, અને બધુ મટીરીયલ્સ અને હકીકતો ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરશે. જેમાં એસ.પી. દ્વારા તપાસ કરાયા પછી કેસ ને લગત પુરાવાઓ હાઇકોર્ટ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા હતા. સરકારપક્ષની હૈયાધારણાં બાદ હાઈકોર્ટએ પીડિત પરિવારની પિટિશનનો નિકાલ કર્યો હતો.

સૌ પ્રથમહાઈકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, લોકોને જિલ્લાના પોલીસવડામાં વિશ્વાસ હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને જામનગર એસપી સમગ્ર મામલામાં પર્સનલી જુએ, અને યોગ્ય નિર્ણય લે. હાઇકોર્ટે અરજદારપક્ષને જો કોઈ તકલીફ ઉભી થાય તો ફરીથી હાઈકોર્ટમાં રિટ અરજી કરવાની પણ મંજૂરીઆપી હતી. જામનગરમાં સિટી બી. ડિવીઝન પોલીસમથકમાં તાજેતરમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં એક સગીરના પરિવાર સહિત 15 વ્યક્તિ સામે હત્યા પ્રયાસ સહિત ના ગુન્હા ની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે તપાસના કામે તમામને બોલાવ્યા પછી સગીરને માર માર્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ હતો. જે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અને સગીરને માર મારવાના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી સમગ્ર પ્રકરણની જિલ્લા પોલીસ વડા તપાસ કરે એ પ્રકારે નો આદેશ કર્યો હતો.

જે પ્રકરણની ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા હતા, બાદ જિલ્લા પોલીસવડા એ પણ સમગ્ર પ્રકરણને ધ્યાનમાં લીધું હતું. સગીરના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરાયો હતો, કે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં સગીર હાજર ન હતો. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને તેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સગીરની પણ હાજરી જોવા મળી હતી. જે તમામ પુરાવાઓ વગેરે એકત્ર કરીને જામનગર પોલીસ દ્વારા ગઈકાલે હાઇકોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા, અને આખરે આ પીટીસનનો નિકાલ થયો છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE