કેશોદમાં SMCનો દરોડો : 155 બોટલ દારૂ સાથે બે શખ્સોની ધરપકડ

કેશોદના કૃષ્ણનગર વિસ્તારમાં નામચીન બુટલેગરના ઘરે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 155 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ રૂપિયા 3.71 લાખનો મુદ્ધામાલ કબજે કરી તપાસ કરતાં આ દારૂનો જથ્થો માંગરોળના શાપર ગામના નામચીન બુટલેગરે સપ્લાય કર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ શરૂ કરી આરોપીઓને કેશોદ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતાં. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાની સુચનાથી પીએસઆઈ એ.વી.પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના વેરાવળ રોડ પર આવેલા કૃષ્ણનગરમાં દરોડો પાડયો હતો.

જેમાં જીજે.2 બીડી.4884 નંબરની ફોર્ડ કારમાં રૂા.60,830ની કિંમતની 155 બોટલ દારૂ સાથે કેશોદના રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઈ બાબરીયા અને રવિ નારણભાઈ ગૌસ્વામીની ધરપકડ કરી હતી. એસએમસીએ રૂા.3.71 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો જૂનાગઢના માંગરોળના શાપર ગામના નારણ રામભાઈ ખાંભલાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે તેનું નામ તપાસમાં ખોલી ત્રણેય સામે કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી બન્ને આરોપીઓને કેશોદ પોલીસ હવાલે કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE