September 20, 2024 9:12 am

હવે મોંઘા મોબાઇલ ડેટા રિચાર્જથી મુક્તિ : પીએમ વાણી યોજના હેઠળ 5 કરોડ પબ્લિક વાઇ – ફાઇ હોટસ્પોટ્સ લગાવશે

પીએમ મોદી દેશનાં દરેક નાગરિકને ડિજિટલ રીતે જોડવા માંગે છે. જો કે, મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે છે.  આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે, જે અંતર્ગત દેશભરમાં 5 કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે.

પીએમ વાણી વાઈફાઈ શું છે ?
હાલ સમગ્ર દેશમાં મોબાઈલ ટાવર દ્વારા મોબાઈલ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ દેશનાં ઘણાં એવાં વિસ્તારો છે જ્યાં મોબાઈલ ટાવરની સંખ્યા ઓછી છે. આ સ્થિતિમાં મોબાઈલમાં નેટવર્ક આવતાં નથી.  તેથી મોબાઈલ કોલિંગ અને ઈન્ટરનેટના ઉપયોગમાં સમસ્યાઓ ઉભી થાય છે. પરંતુ હવે પીએમ વાણી વાઈ-ફાઈ યોજના દ્વારા સરકાર દરેક વિસ્તારમાં બ્રોડબેન્ડ વાઈ-ફાઈ હોટસ્પોટ બનાવી રહી છે, જે મોટા વિસ્તારમાં પોસાય તેવાં ભાવે ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડશે.

ટેલિકોમ કંપનીઓનો દાવો નકારી કાઢ્યો
મેટા, ગૂગલ, એમેઝોન, ટીસીએસ જેવી ટેલિકોમ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમના રિપોર્ટ અનુસાર, ટેલિકોમ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો યોગ્ય નથી. બીઆઇએફે કહ્યું કે પીએમ-વાણી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને તેનાં કારણે સરકારને આવકમાં કોઈ નુકસાન થશે નહીં. બીઆઇએફ માને છે કે 5 કરોડ હોટસ્પોટ્સ સ્થાપવાથી ટેલિકોમ કંપનીઓ બેન્ડવિડ્થના વેચાણમાંથી વાર્ષિક 60000 કરોડની વધારાની આવક થશે.

ટેલિકોમ કંપનીઓની મુશ્કેલી વધી
પીએમ વાણી હોટસ્પોટને કારણે જીયો, એરટેલ અને વીઆઈ જેવી ટેલિકોમ કંપનીઓને નુકસાન થવાની આશંકા છે. આ જ કારણ છે કે ટેલિકોમ કંપનીઓ આ સ્કીમને બિનજરૂરી ગણાવી રહી છે.

લાખો લોકોને સસ્તું ઈન્ટરનેટ મળશે
ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગએ પ્રાઇમ મિનિસ્ટર વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. પીડીઓને ટેલિકોમ કંપનીઓ પાસેથી મોબાઇલ ડેટા ઑફલોડ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી છે, જે મોબાઇલ નેટવર્ક પર ભીડ ઘટાડવામાં મદદ કરશે. બીઆઇએફએ કહ્યું કે આ ફેરફારોથી લાખો લોકોને સસ્તું ઇન્ટરનેટ મળશે.

પીએમ વાણી ચાર વર્ષ પહેલાં શરૂ કરાઈ હતી
પીએમ વાણીનું પૂર્ણ સ્વરૂપ પ્રધાનમંત્રી વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ છે, જે 9 ડિસેમ્બર 2020 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક દ્વારા તમામ નાગરિકોને ઇન્ટરનેટ પ્રદાન કરવામાં આવશે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE