ધારીમાં પાંચ વર્ષની બાળા સાથે અડપલાં કરનાર આધેડ ઝડપાયો

લોકોએ પકડી લમધારી પોલીસને હવાલે કર્યો


ધારીમાં એક પાંચ વર્ષની બાળાને મોબાઇલ બતાવવાના બહાને એકાંતમા લઇ જઇ અહીના જ શખ્સે અડપલા કર્યાના કેસમાં પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. ધારી પોલીસે આ પ્રકરણમા ધારીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા હિમત હસમુખ બોસમીયા (ઉ.વ.45) નામના શખ્સની પોકસો એકટ અને ભારતીય ન્યાય સંહિતાની જુદીજુદી કલમો હેઠળ તેની ધરપકડ કરી છે. ગત 13મી તારીખની બપોરે હિમત બોસમીયા પાંચ વર્ષની એક બાળાને રમાડવાના બહાને તથા મોબાઇલ બતાવવાના બહાને અહીની લક્ષ્મી લોજની અંદરના ભાગે લઇ ગયો હતો. બાળકીના મા-બાપ કામમા વ્યસ્ત હતા તેનો લાભ લઇ આ શખ્સે બાળકીના શરીરે અડપલા કરી નિર્લજજ વર્તન કર્યુ હતુ. જેને પગલે લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને જાણ કરી હતી.

પીઆઇ એ.એમ.દેસાઇ સ્ટાફના જીતેન્દ્રભાઇ ભેડા, કુમારસિંહ રાઠોડ, સંજયભાઇ સરધારા વિગેરેએ આ શખ્સની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે, અમરેલી જિલ્લામાં નરાધમોએ હદ વટાવી છે. 43 વર્ષના આધેડે બાળાના માતા-પિતા કામમાં વ્યસ્ત હોવાનો ગેરલાભ ઉઠાવી લઇ જઇ અડપલા કરતા ભારે ચકચાર જાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE