રાહુલ ગાંધીએ હવે બસની મુસાફરી કરી, ડ્રાઈવર-કંડક્ટરના દુઃખ-દર્દ જાણ્યાં, જાણો પછી શું કહ્યું?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની બસમાં તેમની મુસાફરીનો વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ બસ કંડક્ટર, ડ્રાઈવર અને અન્ય કર્મચારીની સમસ્યા સાંભળી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, ‘ડ્રાઈવર અને કંડક્ટર અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર છે. મુસાફરોની સુરક્ષા માટે સતત તહેનાત હોમગાર્ડ જવાનો છેલ્લા 6 મહિનાથી પગાર વગરના છે.’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘X’પર વીડિયો પોસ્ટ કર્યો 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘થોડા દિવસો પહેલા દિલ્હીમાં બસની મુસાફરી કરી હતી. મેં  દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC) કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની દિનચર્યા અને સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ન તો સામાજિક સુરક્ષા, ન સ્થિર આવક, ન કાયમી નોકરી. કોન્ટ્રાક્ટ મજૂરીએ એક મોટી જવાબદારી ઘટાડીને ફરજિયાત બનાવી દીધી છે. ડ્રાઈવર અને કંડક્ટરોને અનિશ્ચિતતાના અંધકારમાં જીવવા માટે મજબૂર કરવામાં આવે છે અને મુસાફરોની સુરક્ષા માટે હોમગાર્ડ સતત તહેનાત છેલ્લા છ મહિનાથી પગાર મળ્યો નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE