September 21, 2024 8:23 am

ખંભાળિયામાં મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને રાહત બચાવ કામગીરીની કરી સમીક્ષા

જનજીવન પુન: ધબકતું કરવાની કામગીરીમાં લાગી જવા વહીવટીતંત્રને તાકીદ

ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી ગયેલા અતિભારે વરસાદને અનુલક્ષીને ગઈકાલે ગુરુવારે સાંજે ખંભાળિયામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ મુલાકાત લીધી હતી. તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાના વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા વરસાદમાં સૌથી વધુ 944 મિલીમીટર વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો છે. આ ભારે વરસાદ અને પરિણામે જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, કોસ્ટ ગાર્ડની મદદથી હાથ ધરાઇ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડવા ખંભાળિયા પહોંચ્યા હતા.

તેમણે ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણઝાર ચોકડી વિસ્તારની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખંભાળિયા સ્થિત જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રી પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજીને જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની વિવિધ વિગતો મેળવી હતી. વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવા છંટકાવ માટે જરૂૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા તેમણે તાકીદ કરી હતી. આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપીને તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂૂપ થવાનું હોવું જોઈએ. આ માટે વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે ઉપાડવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અહીંના જિલ્લા કલેકટરે જિલ્લાની વરસાદી સ્થિતિ અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બચાવ-રાહત પગલાની વિગતો આપી હતી.
ઉપરાંત જિલ્લામાં 130 લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ, કોસ્ટકાર્ડ તથા સ્થાનિક તંત્ર અને લોકોની મદદથી કરવામાં આવ્યું છે. સાથે 1596 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરવાના આવેલા તથા અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના મળીને 12 હજાર ઉપરાંત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના કારણે કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલા નુકસાન તેમજ માનવ જાનહાનિ અને પશુધન હાનીની વિગતો પણ આ બેઠકમાં મેળવી હતી. જિલ્લામાં 8 મકાનો ઝૂંપડાઓને નુકસાન થયાની તેમજ 25 પશુ મૃત્યુ, 1 માનવ મૃત્યુ અને બે વ્યક્તિઓને ઈજા થયાની જાણકારી પણ તેમણે મેળવી હતી.
મુખ્યમંત્રીએ વરસાદ અટકે કે તુર્ત જ રાહતકામો શરૂૂ કરી દેવાની તથા નિયમાનુસારની સહાય, કેશડોલ્સ ઘરવખરી સહાય, મૃત્યુ સહાય વગેરે અસરગ્રસ્તોને ચૂકવવાની કામગીરીને અગ્રતા આપવા તાકીદ કરી હતી. જિલ્લામાં 272 વીજ થાંભલાઓને વરસાદથી નુકસાન થયું છે અને 109 ગામોમાં અસર પડી છે તે પણ ઝડપભેર પૂર્વવત કરવાની અને બંધ થયેલા 40 જેટલા માર્ગોના રિપેરીંગ હાથ ધરી બનતી ત્વરાએ વાહન વ્યવહાર યુક્ત બનાવવાની સૂચનાઓ તેમણે આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ એમ.એ. પંડ્યા, કલેકટર જી.ટી. પંડ્યા, પોલીસ વડા નિતેશ પાંડેય, નગરપાલીકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પી.એસ. જાડેજા, વનરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, વિગેરે સાથે જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE