ડાંગના શિવઘાટ ધોધનું રૌદ્ર સ્વરૂપ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે તે ઉપરાંતના વિસ્તારોના લોક બફારા અને ગરમીથી કંટાળીને વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી બાજુ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાને કારણે હાલ શિવઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના આંકડા પ્રમાણે, મંગળવારે 24 કલાકમાં આહવામાં સૌથી વધુ 3.72 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના મુખ્ય માર્ગો પર આવેલા ઝરણાંમાં પાણીની આવક વધી ગઇ છે. જેના કારણે ઝરણાંઓ ઘણાં જ વિરરાળ લાગી રહ્યા છે. શિવ ઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. આહવા ખાતે પડેલા વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. આ સાથે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરના ઝરણાંના ધોધમાં પાણીની આવક વધી ગઇ છે.આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ધોધ આવે છે. પ્રવાસીઓમાં તેનું અનેરું આકર્ષણ છે. આહવાથી વઘઇ જતા માર્ગ ઉપર ઘોઘલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ઉપરના ઝરણાંમાં ભયાનક રીતે પડી રહ્યા છે. માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE