૨૦૨૭માં ટેસ્ટક્રિકેટનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે સ્પેશ્યલ મૅચ

ક્રિકેટના ઇતિહાસ માં સૌથી જૂનું ફૉર્મેટ ટેસ્ટ ક્રિકેટ વર્ષ ૨૦૨૭માં ૧૫૦ વર્ષ પૂર્ણ કરશે, જેના માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ઇતિહાસમાં પ્રથમ ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૮૭૭ના માર્ચ મહિનામાં મેલબર્નના મેદાન પર રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ હોમ ગ્રાઉન્ડ પર ઇંગ્લૅન્ડ સામે ૪૫ રને ટેસ્ટ ઇતિહાસની પહેલી મૅચ જીતી હતી. ટેસ્ટ ક્રિકેટનાં ૧૦૦ વર્ષ પૂરાં થવા પર ૧૯૭૭માં આ બન્ને ટીમ વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં ઑસ્ટ્રેલિયાએ સમાન અંતરથી જીત મેળવી હતી.

૧૫૦ વર્ષની ઉજવણી પર આ જ બે ટીમ વચ્ચે ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્પેશ્યલ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું છે કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ આગામી સાત વર્ષ સુધી બોક્સિંગ-ડે ટેસ્ટનું આયોજન કરવાનું ચાલુ રાખશે. ICCએ અત્યાર સુધી માત્ર ભારત સહિત ૧૨ દેશોને જ ટેસ્ટ રમનારા દેશો તરીકે માન્યતા આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE