‘રાત્રે કૉલેજની બહાર ન નીકળતાં…’ વિદ્યાર્થીનીઓ માટે GMERS મેડિકલ કૉલેજના પરિપત્રથી સર્જાયો વિવાદ

કોલકાત્તાની આર.જી. કાર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોથી લઈને સામાન્ય લોકો આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગરની GMERS મેડિકલ કૉલેજ દ્વારા મહિલા ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ મેડિકલ કૉલેજના ડીને વિદ્યાર્થીનીઓ માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં મહિલા ડૉક્ટરોને સુરક્ષા આપવાને બદલે પોતાની સંભાળ રાખવા જણાવ્યું છે.

જાણો શું છે પરિપત્રમાં?

ગાંધીનગર મેડિકલ કૉલેજના ડીન ડૉ. શોભના ગુપ્તાએ પરિપત્ર બહાર પાડીને મહિલા ડૉક્ટરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફને રાત્રે બહાર ન નીકળવા અને જરૂર જણાય તો કોઈને સાથે લઈ જવા જણાવ્યું છે. હોસ્ટેલમાં પણ મહિલા કે પરિચિત સહકર્મચારી સાથે રહો. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ અપ્રિય પરિસ્થિતિ હોય તો મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE