વડોદરામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ, ત્રણ સામે ફરિયાદ

  • વડોદરાથી દુષ્કર્મની ચોંકવનારી ઘટના સામે આવી છે. જ્યા એક યુવતીને ડરાવી-ધમકાવીને હોટલમાં લઈને આરોપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી દ્વારા પીડિતાના ભાઈ-બહેનને જાનથી મારી નાખવા ધમકી આપતો હતો. આ મામલે પીડિતાએ દુષ્કર્મના આરોપી સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

    જાણો શું છે સમગ્ર મામલો

    મળતી માહિતી અનુસાર, શહેરના વાઘોડીયા-ડભોઇ રીંગ રોડ પર રહેતી 19 વર્ષિય યુવતી એક વર્ષથી નિસર્ગ ચૌહાણ નામના યુવકના સંપર્કમાં હતી. નિસર્ગ તેમને ભારે પરેશાન કરીને સોશિયલ મીડિયા પર ગંદી વાતો કરવા માટે દબાણ કરતો હતો અને તેના ન્યૂડ ફોટા મંગાવતો હતો. આ કામ યુવતિને પસંદ ન હોવાના કારણે તે વિરોધ કરતી હતી. જો કે, નિસર્ગનું ધાર્યું થાય તે માટે દિયા તે યુવતી દબાણ કરતી હતી. નિસર્ગ અને દિયાના દબાણને વશ થઇ યુવતિએ પોતાના ન્યૂડ ફોટો શેર કર્યા હતા. યુવતીને દબાણમાં રાખવા માટે નવો સિલસિલો ચાલુ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE