આવક વેરા રિટર્ન દાખલ કર્યા પછી પણ લોકોને સમયસર રિફંડ નથી મળી રહ્યા તેને લઈને એ બધા લોકો ફરિયાદ કરી રહ્યા છે.જેમને રિટર્નના હિસાબે રિફંડ મળવાનું હતું. આ મામલે લોકો સોશ્યલ મિડિયા અને આવકવેરા વિભાગનાં હેલ્પલાઈન નંબર પર પણ ફરિયાદો કરી રહ્યા છે.
જયારે વિભાગનું કહેવુ છે કે, લોકોને સમયસર રિફંડ આપવામાં આવી રહયું છે. પણ કોઈ કારણોને લીધે સમયસર નથી મળી રહ્યું તો તેઓ તેના માટે વિભાગના પોર્ટલ પર જઈને સ્ટેટસ જોઈ શકે છે કે પછી મેઈલ પણ કરી શકે છે.
સુત્રોનું કહેવુ છે કે, આવકવેરા વિભાગ ભરાયેલા આવકવેરા રિટર્નની મોટી સંખ્યામાં ચકાસણી કરી રહ્યુ છે. તેમાં જોવામાં આવી રહ્યું છે કે રિટર્ન ભરતી વખતે લોકોએ આવક અને સંપતિની વિગત બરાબર આપી છે કે નહિં જેના કારણે કેટલાંક આવકવેરા રિટર્ન જાહેર કરવામાં મોડુ થયુ છે.
પણ આની સંખ્યા ઘણી સીમિત છે. મોટી સંખ્યામાં રિફંડ મળવામાં વિલંબ પાછળ અનેક કારણો છે.રિટર્ન ભરતી વખતે લોકો દ્વારા આપવામાં આવેલ બેન્ક ખાતાની જાણકારીમાં ખામી છે.