વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર મેહુલ રવાણી તથા હષૅદ મહેતા દ્વારા સંચાલિત હાઊસીને મળ્યો બહોળો પ્રતિસાદ
જીવદયા અને સેવાકીય કાર્યોમાં સતત અગ્રેસર રહેતા ૨૫ સભ્યોને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સન્માનિત કરાયા
રાજકોટની જાણીતી સંસ્થા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સંસ્થાના સભ્યો તથા પરિવારજનો માટે મ્યુઝિકલ બોલીવુડ હાઊસીનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર શ્રી મેહુલભાઈ રવાણી તથા હષૅદ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન કરવામાં આવ્યું હતું. તદુપરાંત જીવદયા અને સેવાકીય કાર્યોમાં સતત અગ્રેસર રહેતા ૨૫ સભ્યોને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ ખોબલે ખોબલે બિરદાવ્યો હતો. અને બહોળો પ્રતિસાદ આપ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા સંસ્થાના સર્વે સભ્યો માટે શ્રી બી કે બાવીસી દ્વારા સંકલિત બોલીવુડ મ્યુઝીકલ હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીનેમાક્ષેત્રે રસ – રુચિ ધરાવતા સભ્યોએ ભાગ લીધો હતો. આ તકે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પ્રમુખશ્રી પ્રકાશ ખજુરીયાએ જણાવ્યું હતું કે, “રમત-ગમતથી શારીરિક વિકાસની સાથોસાથ માનવીનો બૌદ્ધિક વિકાસ પણ થાય છે.આજની આ હાઉસી ગેમનો ઉદ્દેશ આપણી આંતરિક શક્તિઓને જ્ઞાન સાથે ઉજાગર કરી આનંદ કરવાનો છે. ત્યારે આજના આયોજનને આપણે સૌ માણીએ એ જ અભ્યર્થના..”
હાઉસી એક આર્ટ છે, અને તેને રમાડનાર જ્ઞાની હોવો આવશ્યક છે.કારણ કે તેના માટે ફલુઅન્ટ ભાષા, સ્ટાઇલ અને યાદશક્તિ હોવી આવશ્યક છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટના નામાંકિત યુવા બિઝનેસમેન, લેખક, સિંગર, અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર, જૈન અગ્રણી અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર શ્રી મેહુલભાઈ રવાણીએ કર્યું હતું. જેમાં જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પૂવૅ પ્રમૂખ વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર શ્રી હર્ષદ મહેતાનો સહયોગ સાંપડ્યો હતો. અને શ્રી મેહુલભાઈના આગવા એન્કરિંગને પ્રતાપે સ્પર્ધકો પોતાના ફિલ્મી નોલેજને ચકાસવા મજબૂર થયા હતા, જ્યારે પ્રેક્ષકોએ તેમની હાઉસી રમાડવાની શૈલીને પળે પળે માણી હતી અને તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના મોટાભાગના સભ્યો જીવદયા અને સેવાકીય કાર્યો કરવામાં હરહંમેશ અગ્રેસર રહે છે. અને સેવાકીય કાર્યો દ્વારા અનુદાન એકઠું કરીને રાજકોટની સામાજિક સંસ્થાઓને સુપ્રત કરે છે. ત્યારે આ વર્ષે મકરસંક્રાતી પર્વ નિમિતે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટના કાર્યકરો દ્રારા લાખો રૂપિયાનું ડોનેશન એકઠું કરવામાં આવ્યું હતું અને સામાજિક સંસ્થાઓને આ અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે આ સેવાર્થી સભ્યો પૂવૅ પ્રમૂખ શ્રી સુભાષભાઈ બાવીસી, શ્રી વિનયભાઈ કામદાર, એડવાઈઝર શ્રી અરવિંદભાઈ દોશી, શ્રી જગદીશભાઈ કોઠારી, સેક્રેટરી શ્રી ઘનેશભાઈ દોશી, શ્રી વિરેન્દ્રભાઈ સંઘવી, શ્રી હીનાબેન સંઘવી, શ્રી શૈલેષભાઈ ઉદાણી, પૂવૅ પ્રમૂખ શ્રી હર્ષદભાઈ મહેતા, શ્રી દક્ષાબેન મહેતા, શ્રી કીર્તીભાઈ પારેખ, શ્રી મીનાબેન પારેખ, શ્રી જયવંતભાઈ શેઠ, શ્રીપ્રજ્ઞાબેન શેઠ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ શાહ, શ્રી મીતલબેન શાહ, પ્રમૂખ શ્રી પ્રકાશભાઈ ખજુરીયા, શ્રી રીટાબેન ખજુરીયા, શ્રી ભરતભાઈ પારેખ, શ્રી નલીનીબેન પારેખ, ખજાનચી શ્રી હરેશભાઈ દોશી, શ્રી બીનાબેન દોશી, શ્રી દીનેશભાઈ મોદી, શ્રી નીલાબેન મોદી અને શ્રી રીટાબેન દોશી સહિતના સેવાર્થી સભ્યોના કાર્યોને સમગ્ર જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. અને તેમને મહાનુભાવોના વરદ હસ્તે સર્ટિફિકેટ પ્રદાન કરીને નવાજવામાં આવ્યા હતા.
અંતમાં આવા સુંદર કાર્યક્ર્મનું આયોજન કરવા બદલ ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાતથી સમગ્ર આયોજનને બિરદાવ્યૂ હતું. કાર્યક્રમના અંતે બોલીવુડ મ્યુઝિકલ હાઊસીના વિજેતાઓને શિલ્ડ તથા ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જૈન સોશિયલ ગ્રુપ-વેસ્ટના પ્રમુખશ્રી પ્રકાશ ખજુરીયા, સેક્રેટરી શ્રી ધનેશ દોશી, આઈ પી પી શ્રી રાજેશ મોદી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મહેશ શાહ, જોઈન્ટ સેક્રેટરી શ્રી રાજેશ શાહ, ખજાનચી શ્રી હરેશ દોશી, પૂવૅ પ્રમૂખ શ્રી પ્રદિપ પુંજાણી, પૂવૅ પ્રમૂખ શ્રી શરદ પારેખ, પૂવૅ પ્રમૂખ શ્રી સુભાષ બાવીશી,એડવાઈઝર શ્રી અરવિંદ દોશી, પૂવૅ પ્રમૂખ શ્રી હર્ષદ મહેતા, કારોબારી સભ્ય શ્રી ભરત પારેખ, જગદીશ કોઠારી, વિનય કામદાર, કીર્તિ પારેખ, વિરેન્દ્ર સંઘવીએ જહેમત ઉઠાવી હતી. જ્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જૈન અગ્રણીશ્રીઓ તથા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.