ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર છેલ્લા બે મહિનાથી અવકાશમાં અટવાયેલા છે.

અવકાશમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસીની ચિંતા વધી રહી છે, પરંતુ નાસા દ્વારા આપવામાં આવેલી માહિતીએ મોટો આંચકો આપ્યો છે. આ બંને 5 જૂને બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં 13 દિવસના સ્પેસ મિશન પર ગયા હતા, પરંતુ 2 મહિના પછી પણ તેઓ પાછા ફર્યા નથી. નાસા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી બંને અવકાશયાત્રીઓને પરત લાવવા માટે સ્ટારલાઇનર સિવાય અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. તેથી, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની વાપસી માટે હજુ થોડા મહિના રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE